________________
૧૧ર
રોમેર નૈતિક સંગઠને હેય અને સંસ્થાને અનુબંધ હોય તે અસરકારકતા તરત દેખાય નહીં તે મોડું થાય. બાકી શુદ્ધિપ્રાગ સંપૂર્ણપણે સફળ હથિયાર છે. વેર-ઝંખ કે ટેળાંશાહી સિવાય તે દરેક પ્રકારનાં અનિષ્ટોને પ્રેમથી કાઢી શકે છે. લાગવગશાહી કે મૂડીવાદના પ્રભુત્વમાં રાચતો માણસ ન્યાય મેળવી શકતા નથી. ત્યારે શુદ્ધિપ્રાગથી ગરીબને સાચો ન્યાય મળવાની શક્યતા મોટી છે.”
શ્રી દેવજીભાઈ : “ભચાઉમાં કણબી જ્ઞાતિ અને ઓસવાળ જ્ઞાતિના લેકેએ ચા મૂકી. ત્યાં છે. મૂર્તિ સાધુઓનું માસું હતું તેમને એ ન ગમ્યું. થોડાંક માણસો વિરોધમાં પડ્યા. એકે તો હઠ પકડી. અંતે શુદ્ધિપ્રયોગ થયો. બે જણના ત્રણ ઉપવાસ અને બે જણના બે ઉપવાસ થતાં સૌને સમજ પડી ગઈ. અંતે સત્ય બહાર આવ્યું. જોકે સત્યને જલદી પકડી લે છે–પછી અસત્યને ટકવું મુશ્કેલ બને છે. એટલે શુદ્ધિપ્રયાગ સમાજમાં જાગૃતિ લાવે છે અને સત્યનું ભાન કરાવે છે. તેથી અસત્યના પાયા ડગમગી ઊઠે છે !”
[ આ પછીની ચર્ચાને ભાગ હવે પછીના પ્રવચનને અનુરૂપ હે ઈ ત્યાં લેવામાં આવેલ છે. સં. ]
(તા. ૨૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com