________________
૧૨૦
સાથે અનુબંધ હતો જ, પણ સર્વોદયના કેટલાક લોકસેવકે (ર૦ કાર્યકરો) ઉદાસ હતા. કેગ્રેસનાં કેટલાક લેકે ગુનેગારના પક્ષમાં હેઈ સંસ્થાકીય રીતે ટેકો આપવા માગતા ન હતા. બેને બે ચાર જેવી સાવ સ્પષ્ટ વસ્તુ હોવા છતાં કોઈ ગુનેગારને કે ગુનેગારની પીઠ થાબડતાં તત્ત્વોને સાચું સમજાવવા આગળ નહેતું આવ્યું. ત્યાં માટલિયાએ નિવેદન બહાર પાડી ખરી વાત કહી. એટલે શુદ્ધિપ્રયોગની જે અસરકારકતા થવી જોઈએ તે ન થઈ. પ્રયોગ સફળ થયો–લેકે જાગ્યા–તેઓ પૈસા આપવા તૈયાર થયા; નવી સમાંતર સંસ્થા ઊભી કરનારને રાજીનામું આપવું પડ્યું અને લોકોએ તેમનાં કૃત્યને વખોડી નાખ્યું ! પણ, પૈસા ગુનેગાર તરફથી પાછા ન મળ્યા! જે તે વખતે ઉપરનાં બળોને સાંગોપાંગ અનુબંધ હોત તે પૈસા પણ તરત મળત ! તેની અસરકારકતા હંમેશ માટે રહેત.
આજે ત્યાં ઋષિ બાળમંદિર બરાબર ચાલે છે; લેકે જાગૃત થયા છે અને વસ્તુને ઓળખી ગયા છે. તેઓ એ પણ જાણે છે કે ત્યાં કેંગ્રેસ અને રચનાત્મક કાર્યકરોએ લીધેલ વલણ બરાબર નથી. તે છતાં પણ અનુબંધવાળી સંસ્થા તરીકે પ્રાયોગિક સંઘે અને ગ્રામસંગઠને ચૂંટણી વખતે કોંગ્રેસને જ ટેકે આયો ! જો કે આજે ત્યાં કામ બરાબર ચાલે છે પણ અનુબંધ વિચારધારા પ્રમાણે ગ્રેસ અને સર્વોદયી લોકસેવકોને ગળે તે વખતે વાત ન ઉતરતાં તેની અસરકારકતા ઊભી નથી થઈ !
આમ આ શુદ્ધિપ્રયોગોમાં કયાં સફળતા મળી, જ્યાં નિષ્ફળતા મળી તેનું પૃથકકરણ કરવું પડશે અને ઉપરના શુદ્ધિપ્રયોગનાં મૂળભૂત પાંચ તત્તવોના આધારે કાર્ય આગળ ધપાવવું પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com