________________
૧૧૮
શ્રી રામુલું પવિત્ર પુરૂષ હતા. પણ તેમણે જે કારણે આમરણાંત ઉપવાસ કરી બલિદાન આપ્યું તે કારણ બરાબર ન હતું. જો કે તેલુગુ ભાષી લેકેને આંધ મળી ગયું; પણ તેણે લોકોમાં ભાષાના નામે સંકુચિત પ્રાંતવાદ ઘુસેડી દીધું. તેના કારણેસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ અયોગ્ય આંદોલન થયાં–બને પ્રાંત જુદા થયા. હવે પંજાબી લેકેના પંજાબી સુબાની વાત આગળ આવે છે. આવા પ્રસંગે ઘણુ વિરોધી પક્ષે એક થઈ જાય છે-તેમને ટેકો મેળવવામાં આવે છે. પરિણામે આંધ, મુંબઈ અને ગુજરાતની લડત વખતે સામ્યવાદીઓ તક જોઈને એ આંદોલનમાં ભળી ગયા અને તેમણે પિતાનું સ્થાન જમાવી લીધું. એટલે જ શુદ્ધિપ્રયોગમાં આ હડતાળને સ્થાન નથી; પણ કાનુન–સંશોધન થાય તેવી પ્રક્રિયા ઊભી કરવી જોઈએ.
આમ શુદ્ધિપ્રયોગમાં ત્રણ બાબતે ધ્યાનમાં રાખવાની છે - (૧) સમાજને કેંદ્રમાં રાખવો, (૨) સંસ્થા દ્વારા પ્રયોગ કરે; તેમજ (૩) અનિષ્ટનાં મૂળને શોધી તેને ટકે ન આપો તેમજ કાનૂન ભંગ નહીં પણ કાનૂન સંશોધનની દષ્ટિ રાખીને શુદ્ધિપ્રાગે થવા જોઈએ. ત્રિવિધ જાગૃતિ:
ઘણીવાર કેઈ સંસ્થા પાછળ હશે અને વ્યક્તિ આગળ હશે એવા શુદ્ધિપ્રયોગ પણ કરવા પડશે. સાણંદમાં શુદ્ધિપ્રયોગ વખતે સંસ્થા હતી પણ વ્યકિતને મુખ્ય બનાવી હતી. આ વખતે ત્રિવિધ જાગૃતિ રાખવી જોઈએ.
(૧) પ્રાગમાં, ગુનેગાર પ્રતિ અંગત રાગદષવાળા ન ભળે; (૨) ભાષામાં જરાયે હિંસા ન આવે. (૩) ગુનેગાર કે તેના પક્ષકારને આર્થિક કે શારીરિક સજા ન થાય.
સાણંદમાં ઢિપ્રયોગ થયો ત્યારે ત્યાં કેટલાંક બળો; જેમની સામે પ્રયોગ થયો તેની વિરૂધ્ધનાં હતાં. કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com