________________
૭૬
એટલે દાંડાઈ અને ગુંડાગીરીની સામે પણ લેકે અહિંસક રીતે
યાર થાય એ સ્થિતિ આપણે સર્જવી જોઈએ. સામુદાયિક અહિંસાના પ્રયોગે આગળ વધે અને વિપરીત પ્રશ્નો આવે ત્યારે ધીરજ રાખી અનુબંધ વિચારધારાને બરાબર સમજી યોગ્ય પગલાં લેવાં જોઈએ એ હમેશાં યાદ રહેવું જોઈએ. સામાજિક ન્યાય જાળવવા અને સમાજને અહિંસા તરફ લઈ જવા માટે સામુદાયિક અહિંસાના પ્રયોગોની વાત કરવામાં આવે છે. એટલે એ એની મુખ્ય ભૂમિકા હેવી જોઈએ.
ચર્ચા-વિચારણા
[આ ચર્ચાના અંતમાં “સાધુસંસ્થા” અંગે પણ ચર્ચા થયેલી છે. તે ભાગ “સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા”માં પણ છેડે અંશે આવે છે. અહીં પણ તેને સંદર્ભ હેઈને સકારણ ફરી રજૂ કરવામાં આવેલ છે. સં.]
શ્રી. માટલિયાએ કહ્યું : “સામુદાયિક સાધના જ્યારે થઈ જ ગઈ છે ત્યારે સમાજનાં જુદા જુદા ક્ષેત્રોમાં એ સાધનાને શી રીતે લાગુ પાડવી ? કયાં હિસાની સંભાવના અવ્યકત છે? કયાં પ્રગટ છે તે તપાસી સામુદાયિક કર્મથી હઠાવવી પડશે.
આજની દુનિયામાં ચાર મેટાં ક્ષેત્રો – (૧) સામાજિક, (૨) આર્થિક, (૩) રાજકીય અને (૪) સાંસ્કૃતિક; ગણી શકાય. એમાં અનિષ્ટો ન પેસે અને પેસેતાં હોય તે તે શી રીતે ટળે? એ પ્રથમ વિચારવું પડશે. શિક્ષણ અંગે સંતાનનું ભાવિ મા-બાપને-શિક્ષકને ફાળે સોંપવું પડે છે. એમ આરોગ્ય અંગેનું ભાવિ ડેકટર–વૈધને સોંપવું પડે છે. હવે જે કઈ શિક્ષક શિષ્યાને ફસાવે કે કઈ શિક્ષિકા કઈ શિષ્યને ફસાવે, એવી જ રીતે ડોક્ટર કોઈ દર્દીને ફસાવે કે કોઈ દર્દી ડોકટરને ફસાવે; એટલે કે જાતીય સંબંધમાં ફસાવે; ખોટા વ્યસનેમાં ફસાવે તે સમાજને વિશ્વાસ ડગી જાય. તેમાંય સ્ત્રી જાતિ ફસાય તે પછીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com