________________
[૬]
સામુદાયિક અહિંસા – પ્રયોગના મુદ્દાઓ
કેઈપણ કાર્ય કરતી વખતે તેની સંપૂર્ણ વિચાર ન થાય; તેની ભૂમિકા અને તેના મુદ્દાઓ ન વિચારવામાં આવે છે તેમાં પાછા પડવાનું થાય. એટલે જ અહિંસાના પ્રયોગ અંગે અનુબંધ વિચારને અપનાવવાનું કહેવામાં આવે છે. રાજ્ય સંસ્થા, લોકસંસ્થા, લોકસેવકસંસ્થા* અને સાધુસંસ્થાને વિચાર નહીં કરીએ તે પ્રયોગ એકાંગી બનશે અને તે કાયમની અસર નહીં ઉપજાવે. ચારે બાજુ વ્યવસ્થિત કામ નહીં થાય તે ક્યાંક હિસા આગળ મચક મૂકવી પડશે કે આદર્શ—સિદ્ધાંતને પડતા મૂકીને કામ કરવું પડશે. ૧૯૫૬ માં શાંતિ-ટુકડીને જે પ્રયોગ અમદાવાદમાં સફળ થયો હતો તે જ પ્રયોગ ૧૮૫૮ માં અધૂરો રહ્યો તેના કારણે બધાને વેઠવું પડ્યું. એવી જ રીતે કેરોસ જેવી બિનકામી સંસ્થાને કેરલમાં મુસ્લિમ લીગ સાથે હાથ મેળવવા પડ્યા. આવી પરિસ્થિતિ ન ઊભી થાય, તે અહિંસક પ્રયાગનો હેતુ હેવો જોઈએ. ઘણું લોકે માત્ર ટીકા કરવા લાગી જાય છે. પણ અમૂક વ્યક્તિ કે સંસ્થા માટે એવી લાચારી આવવી કે સિદ્ધાંતને તિલાંજલિ આપવી પડે તે તે બધાની શરમ ગણાવી જોઈએ.
આપણે સામુદાયિક અહિંસાના પ્રયોગે સમસ્ત વિશ્વમાં કરવાના છે. એટલે તે દષ્ટિએ તેના મુદ્દાઓ નીચે મુજબ મૂકું છું –
(૧) રાજ્ય સિવાયની જે બેફામ ઉપદ્રવકારક શક્તિ છે તેને અટકાવવી જોઈએ. આવી શક્તિને ગામડામાં દાંડાઈ અને શહેરમાં ગુંડાગીરી કહેવાય છે. તે ગામડામાં ૨જા પેદા કરે છે અને શહેરમાં હુલ્લડ – તેફાને કરાવે છે. અને આખા દેશમાં ભાંગફોડ ચાલુ રખાવે છે. રાજ્યના નિયંત્રણ વગરની જે કંઈ આ પ્રવૃત્તિઓ છે, તે દાંડાઈ છે. સામાદ, નાઝીવાદ કે કામવાદ આવા પ્રકારના છે. પોલિસને કદાચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com