________________
૧૦૯
શ્રી. પુંજાભાઈ: “અત્યાર સુધી તે કાં તે જેની લાઠી તેની ભેંસને કાયદો હતું કે જેની પીઠબળે માનવસમૂહ હોય તેની છત થતી! આવા નિરાશ સમયે શુદ્ધિપ્રયોગ માનવમાં નવું બળ પ્રેરે છે. જેમ અગરબત્તી બળીને સુગંધ ફેલાવે તેવું શુદ્ધિપ્રયાગનું છે.
હું મિંગલપુર શુદ્ધિપ્રયોગમાં ગયેલ. ત્યારે એ નામ મારા માટે નવું હતું. મને એમ થતું કે શ્રદ્ધાથી ભલે આ લંઘણુ કરૂં છું. પણ શું તેની અસર સરકાર ઉપર થશે ખરી ! પણ, જેમ જેમ વિચાર કરતો ગયો તેમ તેમ શ્રધ્ધા સતર્ક બની અને જનજાગૃતિનો પર જતાં સરકારને અસર થઈ. તેમાં પણ ખાંભડામાં જે જોયું તે અદ્ભુત હતું. અમે ઉપવાસ કરીએ અને ખુન્નસ પ્રકૃતિના લેકાના હાજ ગગડે. બે વર્ષની પ્રજા જાગૃતિ પછી તો ઘણું હાલાકી અટકી ગઈ છે. એટલે શુધ્ધિપ્રગથી જે નવું બળ મળે છે તે દરેકને ગમે તેવી હાલાકીઓ વખતે ન્યાય મેળવવા સહી લેવાનું બળ પ્રેરે છે.”
શ્રી. બળવંતભાઈ: “ ગુજરાતમાં ભાલનળ કાંઠા પ્રયોગની અસર છે; સૌરાષ્ટ્રમાં રચનાત્મક કાર્યકર્તાઓની સમિતિના કારણે ન્યાયની આશા રહે છે પણ દેશના બીજા ભાગમાં તેવું નથી. તે જલદી જલદી શુધ્ધિ પ્રયોગ સમિતિઓ ઊભી થવી જોઈએ.”
પૂ. નેમિમુની : “કેવળ શુધિ પ્રયોગ સમિતિથી કામ નહીં ચાલે અનુબંધ બળ પણ સાથે સાથે જોઈશે !”
પૂ. દંડી સ્વામી : “શુધ્ધિ પ્રયોગ પ્રત્યેની શ્રધ્ધા અને સ્થિતિ પ્રાનું માર્ગદર્શન જરૂરી બની રહેશે.”
શ્રી. બળવંતભાઈ: “શુદ્ધિ પ્રયોગ શુધ્ધ સંસ્થા દ્વારા થતા હેઇને એ બન્ને વાતને ઉકેલ આવી જાય છે. “જનજાગૃતિને ચરણે” પુસ્તક વાંચ્યા પછી મને આકર્ષણ થયું; પણ, ગુંદી અને નાનીબરૂમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com