________________
૧૧૨
દીકરી સાથે મોકલી. તેનાં સગપણ માટે ફોટાઓ જોઈતા હતા. ડોક્ટરની દીકરીએ કહ્યું: “મારા બાપુજી ફેટોગ્રાફી જાણે છે. પૈસા શા માટે ખર્ચો છો?”
તે યુવાન કન્યા તે ડોકટર પાસે ગઈ ફેટે પડાવતાં અમુક ચેનચાળા થયા અને લઢવાડ થઈ ગઈ. છેકરી ૧૮ વર્ષની થઈ ગયેલી. તેને વેવિશાળ નક્કી થઈ ગયેલું. એટલે તે લગ્ન અટકાવવા માટે, છોકરી પાસે મા–બાપ સામે નોટીસ કઢાવી. અઢાર વર્ષ થતાં છોકરી ઉમ્મર લાયક થઈ જાય છે અને તે મનનું ધાર્યું કરી શકે છે!
ઊંડાણથી જોયું તે ડોકટરે આ એક જ ભૂલ નહોતી કરી; પણ અનેક આવી ભૂલે કરેલી. લોકો વાત કરીને બેસી રહેતા. કેટલાક ડરતા. કેટલાકમાં ડોકટરને કહેવાની કે પડકારવાની નૈતિક હિંમત નહીં; ત્યારે આવા પ્રશ્નો કેઈકે તો લેવા જોઈએ ને? એટલે સહેજે એ પ્રશ્ન આવ્યો ! એટલે તે લીધો.
ડોકટરે કબૂલ કર્યું કે મારી ભૂલ થઈ છે. એટલે પચે પ્રાયશ્ચિત આપ્યું. ડોકટરે એને સ્વીકાર કર્યો. પણ ઘરે ગયા પછી સમાજનાં કેટલાંક તત્વોએ એને અટકાવ્યા. ઘણું આર્થિક હિતથી તે ઘણું સત્તાના હિતથી સંકળાયેલાં હોય છે. કેટલાક પોતે પાપ કરતા હોય છે; એટલે એકબીજાની ભૂલો ઢાંકે છે. સમાજનો ફેંસલે અપાઈ ગયા બાદ ડોકટર ફરી ગયે તેણે કહ્યું કે પ્રાયશ્ચિત નહીં લઉં થાય તે કરી લે
સમાજના બે ભાગ થઈ ગયા. સમાજના મોટા વર્ગો શુધિ પ્રયોગને ટક આપો પણ એક વર્ગે વિરોધ કર્યો. તેમને લાગ્યું કે આ પ્રશ્નમાં જીત થાય તે આપણી નીચે પણ રેલે આવશે. એટલે રાજકીય વિરોધપક્ષવાળા એમની સાથે થયા; આર્થિક હિતવાળા તેમની સાથે થયા; સંપ્રદાયવાળા એમની સાથે થયા અને મિત્રાચારીવાળા પણ સાથે થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com