________________
૧૧૫
સંસ્થા અને બધાને પાછા હઠવું પડે! સંસ્થા બધી જાતની કાળજી રાખી શકે? એટલે સંસ્થા દ્વારા જ શુધ્ધિપ્રયોગ થવો જોઈએ અને તે પણ સમાજને લક્ષમાં રાખીને થવો જોઈએ. અનિષ્ટનું મૂળ ક્યાં છે?
ત્રીજો મુદ્દો એ છે કે અનિષ્ટોનું મૂળ કયાં છે, તે પણ જેવું જોઈએ. ઘણીવાર વ્યકિતમાં અનિષ્ટ હેય છે તેમ રાજ્ય પણ અનિષ્ટોને થાબડતું હોય છે! અથવા અનિષ્ટોનું ઉત્પાદન કરનાર બને છે.
| વિનોબાજીએ જગન્નાથપુરીના સમેલન વખતે એક પ્રવચનમાં કહ્યું હતું કે “મેંગ્રેસ પણ કદાચ એવી સ્થિતિએ આવતી રહી છે કે તે અહિંસાની દિશામાં ખડકની જેમ આડે આવીને ઊભી રહે!”
હું કેગ્રેસના બે ભાગ પાડું છું. એક સ્વરાજ્ય પહેલાંની કેગ્રેસ અને બીજી સ્વરાજ્ય પછીની કોગ્રેસ! જે પહેલાંની હતી તે તપ-ત્યાગ વાળી હતી. હવેની સત્તા અને ધન લાલસા વાળી છે. હવે તેમાં સંશોધન કરી જે સારાં તત્ત્વો છે તેને પ્રતિષ્ઠા આપો અને તેમાં હતાશા ન આવે તે રીતે ધીરે ધીરે પૂરક અને પ્રેરક તત્વો ઉમેરી દો! તપ અને ત્યાગનું બળ તે આ દેશમાં છેજ. પણ ગામડાં અને શહેરોના પ્રશ્નો આવે છે ત્યારે શહેરને બુદ્ધિશાળી વર્ગ એ વિકસતાં ગામડાંને પાછાં પાડી દે છે.
બીજા દેશોની ક્રાંતિને આપણે જોઈએ તે ત્યાં જે લોકશાહી આવી છે તે લગભગ મૂડીવાદી ટાઈપની લેકશાહી છે. બ્રિટન, ફ્રાંસ, વગેરેને ઈતિહાસ તપાસતાં એ જણાઈ આવશે કે ત્યાં લાગવગિયા અને મૂડીવાદીઓજ આગળ આવી ગયા છે. ભારતમાં એવું ન થાય તે ખાસ જોવાનું છે. તેમાં પણ શહેરે ગામડાંને કચડી ન નાંખે એ પણ ધ્યાન રાખવાનું છે.
લેક-લક્ષી લોકશાહી એટલે કોનેજે ભારતમાં મોટા ભાગે ગામડાંમાં ફેલાયેલ છે લક્ષમાં રાખીને વિકસતી લોકશાહી. આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com