________________
૧૧૪
કર્યો. પરિણામે અમૂક હદ સુધી તે સફળ થયા; પણ પછી અમુક હદે જઈને તે વાત અટકી પડી. જે તેની પાછળ સંસ્થા હેત તો એ વસ્તુ કાયમી ટકત.
એવો જ બીજો પ્રયોગ એમણે ગઈ સાલ કર્યો. એ એક રૂપે શુદ્ધિપ્રયોગ જ હતો. પણ નામ તેમણે જુદું જ આપ્યું હતું. અમુક જગ્યાએ અમૂક સમય સુધી ઊભા રહેવું અને મૌન સત્યાગ્રહ કરવો. ત્યાંના વેપારીઓ ખાંડના કાળા બજારમાં ભળ્યા હતા. એક વર્ષ સુધી એ પ્રયોગ ચાલે; ઘણું પ્રયત્ન થયા પણ પરિણામ ન આવ્યું એટલે આમરણાંત ઉપવાસનું નક્કી કર્યું. છેવટે લવાદને કામ સોંપાયું. આ પ્રશ્ન પણ વ્યકિતએ લીધેલે એટલે અમુક હદે જઈને અટકી ગયો.
સત્યાગ્રહ અને શુદ્ધિપયોગ એ એવાં બળે છે જે સમાજને ગતિ આપે છે પણ એ બન્ને પગે માં જે મૂળભૂત અંતર છે તે જરૂર સમજવું જોઈએ. એટલે શુદ્ધપ્રયોગ દ્વારા ખાસ કરીને સમાજને કેન્દ્રમાં રાખીને સંસ્થા દ્વારા પ્રયોગ કરીએ તો ગતિશીલતા વધે; વસ્તુ અટકી ન જાય !
હમણું જાણવા મળ્યું છે કે, સાળંગપુરમાં એક બીજું શુદ્ધિપ્રયોગ થયો હતો. ત્યાં સ્વામી નારાયણ સંપ્રદાયના હનુમાન મંદિરની ગોચર જગ્યા મંદિરના સ્વાથી એ ખેડાવી નાખી. ખેડુતોના ગાય બળદ માટે એ જગ્યાને મનસ્વી ઉપયોગ ન થાય માટે મંદિરની સામે શુદ્ધિપ્રયોગ થયા. તેમણે ભૂલ કબૂલી અને બન્ને પક્ષે સુંદર પરિણામ આવ્યું. પણ જો એ પ્રયોગ વ્યક્તિ મારફત થયા હેત છત મળ્યા પછી ખેડૂત ટકતા નહીં. સંસ્થા હતી એટલે કાયમી બળ મળ્યા કર્યું. હમણાં ત્યાંની જગ્યામાં કોઈ હનુમાનની મૂર્તિ સ્થાપી ગયું. એને કણ ઉઠાવે? ખેડૂત મંડળના ભાઇએ ગયા. તેમણે મૂર્તિનું બીજે પ્રતિષ્ઠાપન કર્યું. આની પાછળ સંસ્થાનું બળ ન હોત તો આ ધર્મની વાત હતી એટલે બધામાં ધર્મ–ઝનૂન વ્યાપત અને વ્યક્તિ ટકી ન શકત. પણ અંહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com