________________
૧૦૮ ગૌતમ અને કેસી મુનિને મેળાપ થવાનું હતું. કેસી મુનિ પિતે ગૌતમને સામે લેવા જાય છે. મેટા માને છે–પ્રણામ કરે છે. તેથી ગૌતમના મનમાં ઊંડી છાપ પડે છે. આમ શુદ્ધ ભાવે, શુભ હેતુસર શુદ્ધિપ્રયોગો કરવાના છે. તે માટે અભિમાન ન રાખવું પણ કાળજી તે રાખવી જ! કાનૂનભંગ કર્યા સિવાય કાનૂન સંશોધન કરવું પડશે. અમૂક પ્રશ્નો અંગે કોંગ્રેસની સામે લડવું પડશે તે બીજી બાજુ ટેકો આપવો પડશે. રચનાત્મક કાર્યકરોને કયારેક વિરોધ કરે; તે કયારેક તેમને ટેકો આપવો પડશે. એવું ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓએ કરવું પડશે.
ગાંધીજીએ જ્યારે સવિનય કાનૂનભંગ, અસહકાર અને સત્યાગ્રહ એ ત્રણેની વાતે એક સાથે મૂકી અને કાર્ય શરૂ પણ કર્યું. પણ, દેશી રાજ્યોની લડતમાં એાછું ધ્યાન આપ્યું કારણ કે એ માનતા કે મુખ્ય કામ બ્રિટીશરને કાઢવાનું છે. તે છતાં આંતરિક બાબતમાં એટલી જ જાગૃતિ રાખતા. દારૂના પીઠે બહેનને પિકેટીંગ માટે મૂકતા; હરિજનના પ્રશ્નો ચર્ચતા અને સાથેજ લીંબડી રાજ્યને જાપાનથી ઠેઠ રૂ પાછું મંગાવવા જેટલી આંતરિક પરિસ્થિતિને વળાંક આપી શકતા. એટલે કે જાગૃતિ રાખવી જ પડશે પણ તેથી કામ મૂકી દેવાશે નહીં. આપણે રાજ્યની શુદ્ધિ કરવી છે–લેકશાહીને ટકાવવી છે. એટલે વિરોધ પક્ષી બનવા કરતાં પ્રેરક-પૂરક બળોને ટકે આપવો પડશે અને અનિષ્ટ સામે અહિંસક શુદ્ધિપ્રયોગો કરવા પડશે.
ચર્ચા-વિચારણું શ્રી. દેવજીભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “શુદ્ધિપ્રયોગમાં સમાજ જાગૃતિ અને નૈતિક દબાણ આવતાં ખોટી પ્રતિષ્ઠા મેળવનારાં તને દૂર ભાગવું પડે છે, નહીંતર અપમાનિત થવું પડે છે અથવા સુધરવું પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com