________________
૧૦૬,
કરે તો ટેકે બાપતા નથી; કેટલાક જાતે કરે છે, કેટલાક કે આપે છે; કેટલાક તે વિરોધ જ કરે છે. આવા ચાર પ્રકારના લોકો હોય છે.
સાણંદના શુદ્ધિ પ્રાગની વાતની પણાને ખબર નથી. ત્યાં એક સંસ્થાના નાણું, પોતે ઊભી કરેલી નવી સંસ્થામાં ગુપ્ત રીતે લઈ જવાયા અને પાછા આપવાની ના પાડી તેમ જ હિસાબ પણ ન આપો તે માટે એ શુદ્ધિપ્રાગ હતો. આવા પ્રકારના લોકોને સાથ આપનારા લોકો પાછા સમાજમાં સારા દેખાવા પ્રયત્ન કરે તો તેમને મળવાથી શ લાભ? પાપીને મળી શકાય છે કારણ કે તે ખુલ્લું પાપ કરે છે; પણ જે લોકો અંદરથી જુદું અને ઉપરથી જુદું બતાવે; છડે ચોક અન્યાયને ટેકો આપે તેવા માણસને કઈ રીતે પ્રતિષ્ઠા આપી શકાય! વ્યકિત તરીકે વાંધો ન પણ હોય; તે છતાંયે સમાજ ઉપર તેની ઊંધી અસર પડયા વગર રહેતી નથી. એને ખ્યાલ ઘણુયે પ્રસંગે બન્યા પછી આવે છે.
અહીં જ સત્યાગ્રહ અને શુદ્ધિ પ્રયોગમાં અંતર છે. એ જ કારણે બાપુએ દેશને સત્યાગ્રહને રસ્તે દોર્યા બાદ આજે એમના નેતૃત્વમાં ચાલતી સંસ્થાઓમાં વિપરીત વ્યકિતઓ આવી જતાં; તેમના કારણે સંસ્થાનું નામ ખરાબ થાય છે. ગાંધીજીએ કદિ કોઈને આ રીતે મળવાની મના કરી ન હતી; પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે. એટલે શુદ્ધિ પ્રયોગમાં બે વસ્તુ કરવી પડશે. પહેલી વસ્તુ તો એ કે સત્યાગ્રહ વખતે જે સવિનય કાનૂન ભંગ આવતો હતો તે હવે નહીં થાય. કાનૂનરક્ષા થશે કે સંશોધન થશે; એટલું જ નહીં દુનિયામાં પણ લોકશાહીનું રક્ષણ કરવાનું રહેશે. જે લોકશાહી નહીં ટકે તો નિહિતસ્વાર્થી-અનિષ્ટ તત્ત્વોનું જોર વધી જશે. એટલે જ લેકશાહીમાં માનતી અને કાર્ય કરતી દરેક સંસ્થાને ટકે આપવો પડશે. યૂને પણ એવી જ એક સંસ્થા છે. એટલે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધે; હમણું તેના મંત્રી દાગ હેમરશીલ્ડનું શંકાશીલ મૃત્યુ થતાં તે અંગે ઠરાવ ઘડ્યો હતો કયાં યૂને, કયાં ગ્રામ સંગઠને અને કયાં પ્રાયોગિક સંધ! પ્રયોગ નાની જગ્યાએ જ થાય છે પછી તેની વ્યાપકતા વધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com