________________
૧૦૫
કરે. બીજામાં જાહેરાત કરે. કેટલીકવાર તેઓ શુદ્ધિ પ્રયોગ ન કરતા પણ સામાજિક દબાણ લાવતા.
એકવાર કસ્તુરબાની ભૂલ થઈ ફંડના આવેલા પાંચ રૂપિયા બીજા ખર્ચમાં વાપરી નાખ્યા. એટલે તેમણે નવજીવનમાં જાહેરાત કરી કે કસ્તુરબાએ ભૂલ કરી છે. તે વાત જાણીને તૈયબજી ઠેઠ વડોદરાથી દોડી આવ્યા અને કહ્યું: “આ તમે ભૂલ કરી. “એમની આબરૂ ધૂળમાં મેળવી ! ” ગાંધીજીએ કહ્યું: “એ લખતાં મને ખૂબ દુઃખ થયું છે. પણ એલતી
છે પર મારે જાહેર જીવનને ચીલે પાડવાનો છે. સંસ્થાઓ વધશે, ફંડ થશે અને એમાં જરાક બગાડે થશે તે લોકેની શ્રદ્ધા તૂટી જશે. એટલે મારે મારા પ્રત્યે કડક રહેવું જોઈએ. તેથી બીજાને તે દાખલા રૂપે બનશે !”
આ બધી વાતે રજૂ કરવાને આશય એ છે કે શુદ્ધિ પ્રાગ અને સત્યાગ્રહ માટે વમળ ઉડયાં છે ત્યારે આપણને શંકા ન રહે! કયાં સુધી શુદ્ધિ પ્રયોગ કરે. કેટલી હદે જવું તે બધા વિચારો કરી શકાય ?
હમણાં થોડા દિવસ પહેલાં એક ભાઈ આવ્યા. તેમણે કહેવડાવ્યું કે મહારાજશ્રીને મળવું છે. વાત જાણ્યા પછી મેં મળવાની અનિચ્છા બતાવી. કેઈ સાધુનાં દર્શને આવે અને તેને ના પડાય તે કેવું ? સાથીઓને પણ આંચકે લાગ્યો. એક ભાઈ તે ઠીક ઠીક ગરમ થયા. પણ આની પાછળ મારો આશય તે એ વ્યક્તિના ભલાને જ હતું, સમાજનાં મૂલ્યનો હતે. દર્શન કરવા આવે તે જુદી વાત છે પણ અંદરની દષ્ટિ મેલી હેય તે કોઈને લાભ થતું નથી. તે ભાઈ એક અન્યાય સામેના શુદ્ધિ પ્રાગ વખતે સામે પક્ષે હતા. તેમના મનમ એમ હતું કે શહિ પ્રયોગ ભલે થયે; હવે અમે સંતબાલ સાથે છીએ એમ દેખાડી સમાજમાં પ્રતિષ્ઠા મેળવી લેવાની તેમની વૃત્તિ હતી. આવાં માણસે શુદ્ધિ પ્રાગને નીચે પાડે છે.
ઘણા એવા હોય છે કે પોતે શુદ્ધિ પ્રવેગ કરતા નથી, તેમ કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com