________________
૯૮
પૂ. નેમિમુનિ : “પણ એને ઝીલનાર સમુદાયમાં બળ નહીં હોય તો વ્યક્તિની નિર્ભયતા મોળી પડશે. પાકિસ્તાનના ભાગલા પડ્યા તે વખતે સાધુઓને વિમાનમાં બેસીને આવવું પડ્યું. તેમાં વ્યક્તિગત નબળાઈ ન પણ હોય; પણ જ્યાં એમને માનનારા સમૂહ નબળો પડ્યો
ત્યાં ખેંચાઈ જવું પડે. પૂંજાભાઈ ત્યાં વ્યક્તિગત હતા. નહીંતર જેમ ટિકીટ તપાસનારે ભૂલ કબૂલ કરી એમ ટિકીટ ન લેનારાઓ પણ ભૂલ કબૂલ કરી તેને સુધારી શકત.
આજે મત્સ્ય ઉદ્યોમ, વાંદરા નિકાસને વિરોધ કાંતિ અમૂક લેકે કરે છે. વ્યાપક વાત સમજ્યા વિના વિવેકયુક્ત વિરોધ થતો નથી. અથવા તે સ્વાર્થ ખાતર સરકારને વિરોધ કરવામાં આવે છે કે વિરોધ કરનારના હાથા બનીને વિરોધ થાય છે.
એ દષ્ટિએ, સન ૧૯૫૬ ની ગ્રામ ટુકડીઓને ભાલ નળકાંઠાને પ્રભાવ પડ્યો હતો અને આજે પણ પડે છે. એટલે જ આજે નૈતિક સામાજિક દબાણરૂપી અહિંસાનું પગલું આચર્યા વિના છૂટકે નથી.”
ગોસ્વામીજીઃ “દેવજીભાઈ કહે છે તેવી વીરતા જોઈએ જ!”
શ્રીદેવભાઈ : “સામાન્ય રીતે સંસ્થા હોય તે તેનાં બળે ડરપેક પણ નીડર બની શકે છે.”
સ. મણિભાઈ: “શું સામુદાયિક અહિંસાના પ્રયોગે એકલે માણસ કરી શકે કે કેમ?
શ્રી. દેવજીભાઈ: “પણ, સામાજિક ઘડતર સંસ્થા વિના ન થાય ! ”
શ્રી. બળવંતભાઈ: “કાંતિ ભલે વ્યક્તિથી થાય પણ સમાજ વ્યાપી કાંતિ તે સંસ્થા દ્વારા જ શકય છે.
(તા. ૧-–).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com