________________
૧૦૨
એના જ સંદર્ભમાં આગળ પણ ઘણું કહેવાયું છે. તેમાં વસ્ત્રો ઉપરથી જોઈએ. કહેવાય છે કે ઊની વસ્ત્ર ચોકખું હોય છે તેમ રેશમ પણ શુદ્ધ હોય છે. રેશમને અર્થ મુગટા-કેરોટાએ મુક્ત કર્યું હોય તેવું વસ્ત્ર. પણ તેવું રેશમ કુમાશદાર નહીં હોય; પણ કુમાશ માટે કીડાને મારીને તે બનાવવામાં આવે છે. એટલે તે ઉપરથી શુદ્ધ લાગે પણ ખરેખર અશુદ્ધ હેય. ખાદી લઈએ તે તે બને રીતે શુદ્ધ છે. તેનાથી લેકને રોજી મળે, મહા હિસા થાય નહીં એટલે શુદ્ધ. જાતે શ્રમ કરેલું હેઈને તે શુદ્ધ છે; ખેત-મજુરને રોજી આપે તે રીતે શુદ્ધ અને શરીર રક્ષણની રીતે પણ શુદ્ધ. એટલે એ એવા પ્રકારનું વસ્ત્ર છે જે બધી રીતે શુદ્ધ છે. પણ ખાદી પહેરીને કળાંબજાર કરે, ખોટું બોલે, અનીતિ કરે તે કપડાં તરીકે શુદ્ધ પણ તેનો ઉપયોગ અશુદ્ધ.
એવી જ રીતે માણસે અંગે કહ્યું છે કે કેટલાંક અંદરથી પવિત્ર અને બહારથી પવિત્ર; કેટલાંક બહારથી ચેકખા પણ અંદરથી મેલાં, કેટલાંક અંદરથી ચેકખા પણ ઉપરથી મેલા; અને કેટલાંક અંદર બહાર બને રીતે મેલા હોય છે. એટલે શુદ્ધિગ કરતી વખતે દબાણને; પિતાના અંદર અને બહારની શુદ્ધિને વિચાર કરવો જોઈએ. ત્યાર પછી સમાજશુદ્ધિને વિચાર કરવો હિતાવહ થશે. સાથે સાથે ઉપલી ચભંગીની સાથે બીજી ભંગીઓ પણ શુદ્ધસંકલ્પ,શુપ્રજ્ઞા, શુહમન, શુદ્ધદષ્ટિ, શુશીલ, શુદ્ધ આચરણ અને શુદ્ધવ્યવહારની બતાવવામાં આવી છે. તે સૂચવી જાય છે કે શુદ્ધિ શુદ્ધિપ્રમ કરતાં પહેલાં શુદ્ધિપ્રયોગનું સંચાલન કરનાર સંસ્થા અને શુ. પ્ર.સાં બેસનાર ત્રિઉપવાસી વ્યક્તિમાં કેવી યોગ્યતા અને તેનું જીવન કેવું હોવું જોઈએ. એટલા માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે – “હી ઉજ્જયભૂયસ્ય ધમે સુધમ્સ ચિઠ્ઠઈ” જે સરળ દિલ અને સરળ બુદ્ધિવાળો હોય તેની શુદ્ધિ થઈ શકે અને ધમ પણ એવા શુદ્ધ હૃદયવાળામાં ટકી શકે.
ભગવાન મહાવીર બધું ભાગ્યું; કુટુંબ-સાયણિકત બધું છોડ્યું;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com