________________
૮૩
(૪) શસ્ત્ર-સંન્યાસની સાથે અણુબમ અને તેને પ્રયોગો ઉપર પ્રતિબંધ મૂકી જોઈએ. આજે રશિયા અને અમેરિકા બન્નેને એક બીજા ઉપર વિશ્વાસ નથી અને વાત ગુંચવાય છે તેમજ છુપા પ્રયોગો ચાલ્યા કરે છે. આજે અઢાર દેશો પાસે અણુબો છે-પછી એની વિનાશક શકિતના પ્રયોગો કરતાં; લેકોની સર્જનાત્મક શક્તિમાં તેને ઉપયોગ થાય તે કેટલું શોષણ અટકી જાય અને જગત શાંતિથી રહી શકે.
એમ ન થાય તો જગતમાં તેફાને, હુલ્લડો ન અટકે તો માર્શલ લે થાય, લશ્કરી રાજ્ય આવે અને અહિંસાની વાત એ કેરે રહી જાય. એ માટે વિશ્વનું પણ અહિંસક દિશામાં ઘડતર થવું જરૂરી છે. તે માટે પ્રારંભ તે વ્યકિતગત અહિંસામાં લેકો આગળ વધે તેમાં રહેલ છે.
આપણે આ મુદ્દાઓના સંદર્ભમાં થોડુંક વધારે વિચારીશું. સર્વ પ્રથમ આપણે રાજ્યને અહિંસક બનાવવું છે તે જે જે વાદો કે રાજકીય પક્ષો તોફાન મચાવે છે; કાનૂનભંગની પ્રક્રિયા ઊભી કરે છે તેને ઝીણવટથી વિચાર કરવો પડશે અને એવા રાજનીતિક પક્ષોને મ્યાન કરવાં પડશે.
એ માટે ઘણીવાર થોડી હિંસા ક્ષમ્ય ગણાય પણ શ્રેષ્ઠ માર્ગ રૂપે તે બલિદાન. શુહિપ્રયોગને વધારેને વધારે પ્રચાર કરવો પડશે. મનુબેનની છેડતી ગુંડાએ કરી અને તેણે ચંપલ મારી; બાપુએ તેને કહ્યું કે ઠીક કર્યું એ જ તારે માટે તે વખતે અહિંસક રસ્તો હતે. પણ બલિદાનને રસ્તો એથીયે શ્રેષ્ઠ છે.
બાળકામાં તોફાનીઓએ એક ભાઈની ટોપી ઉપાડી લીધી. તે ભાઈ રસ્તા વચ્ચે જ બેસી ગયા અને ઉપવાસ ઉપર ઊતરીને પ્રાર્થના કરવા લાગ્યા. લેકમાં ખળભળાટ થયો અને તરત તેમની ટોપી પાછી મળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com