________________
ભૂમિકા સાફ કરવી જોઇએ અને શુદ્ધ ન્યાયની જાળવણી કરવી જોઈએ. સમાજને રોજગારી મળે અને ન્યાયપૂર્વકની સલામતી મળે, એ ખાસ જેવું જોઈએ. બધી બાબતમાં એક જાતની સતત કાળજી રાખવી જોઈએ કે દેગાઈને ટકે ન મળી જાય. દગાઈ કરનાર જાણે છે કે પોદળો પડશે તે ચપટી ધૂળ લઈને આવશે જ. એટલે ચેડું તે મળશે જ ! આ તત્ત્વ એટલું બધું વ્યાપેલું છે કે ગોરે, ડગે, જેશી, અશક મહેતા, જયપ્રકાશ વગેરે સારી નિષ્ઠાવાળા નેતાઓ; વ્યક્તિ તરીકે સારા હોવા છતાં–આવા અનિષ્ટને ટકે આપી દે છે. તેની પાછળ સત્તા લાલસા જ કારણભૂત રહે છે. તો આ બધું દૂર કરવા માટે સામુદાયિક અહિંસાના પ્રયોગો કરવાના છે.
ચર્ચા-વિચારણ
શ્રી. માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “આર્થિક, સામાજિક, નૈતિક, શૈક્ષણિક અને રાજકીય-આ બધાંય ક્ષેત્રમાંથી અનિષ્ટોને દૂર કરાવવા સમાજ દ્વારા આવા પ્રયોગો સંસ્થાકીય સંગઠન રૂપે કરવા-કરાવવા પડશે. ગાંધીજીએ એક ચીલે તે પાડયો જ છે. તેમણે બ્રિટિશરો સામે અહિંસક પ્રતિકાર પણ કર્યો અને મદદ પણ કરી. | સર્વ પ્રથમ (૧) સમજાવટનો માર્ગ છે; પણ તેમાં (૧) જનતાની ધીરજ ન ખૂટે તે જોવું જોઈશે. (૨) સમજાવટથી ન સુધરે ત્યાં જાહેરાત કરવી પડશે. આમાં સામાની નિંદાને ભાવ રહે છે પણ જાગૃત રહીને તે કામ કરવું રહ્યું; નહીં તે એવી વ્યક્તિ કે સંસ્થા સમાજમાં ભ્રમ ઊભો કરીને પ્રતિષ્ઠા જાળવી રાખી અનર્થ વધારે છે. તેથી સારા માણસોમાંથી સમાજની શ્રદ્ધા ડગવાને પણ ભય રહે છે. એટલે જેમ મિઠાઈ બનાવનાર ચાસણી તપાસે છે તેમ દરેક સમયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com