________________
કેટલું બધું સાંભળવું પડે છે તેને ખ્યાલથડી બાબતોથી આવી શકશે. સર્વ પ્રથમ જેની સામે થવાના હોય છે તે દાંડતોને એમ થશે કે આ લેકે સમાજની શક્તિ દ્વારા અમને ઉઘાડા પાડશે. એટલે તેઓ શુદ્ધિ પ્રયોગ કરનારને રંજાડશે. રાજ્યને એમ થશે કે આજે આ લેકો આમની સામે જ કરે છે; કાલે અમારી સામે કરશે; એટલે તે વિષેધ કરશે. ધાર્મિક લેકે એમ કહેશે કે આ તે રાજકારણ થયું એમાં પડીને આત્માની હિંસા શા માટે કરો છો ? સાથી અને સેવકોને એમ થશે કે જેના માટે શુદ્ધિપ્રયોગ કરવામાં આવે છે તે શકિત તો વેર-વિખેર પડી છે; વળી સાધુઓ, વિરોધપક્ષ, રાજ્ય બધા વિરોધ કરે છે તે તેની અસરકારકતા ન થાય ત્યાં સુધી શકિત શા માટે વેડફવી? એટલે તેઓ પાસે આવશે નહીં. આ ઉપરથી ખ્યાલ આવી શકશે કે સામુદાયિક અહિસાનું કાર્ય કેટલું કપરું છે?
અમદાવાદમાં ખેડૂતોની ટ્રકટી ગઈ, તે લોકોએ કહ્યું કે, “ટૂકડીઓ આવી એટલે તેફાન થયું. ન આવી હોત તો શાંતિ રહેત.” પણ ખરી રીતે તે અહિંસક માણસે પ્રાણાર્પણ કરવા તૈયાર થયા ત્યારે જ ત્યાં શાંતિ આવી; પોલિસે પણ શાંત થયા અને તફાનીઓ પણ નેમિમુનિ અને ડુંગરશી મુનિ દ્વિભાષીના આંદોલન વખતે કોંગ્રેસ હાઉસમાં જતા હતા તે લેકાએ રોક્યા કે ટોળાં ગુસ્સે થશે. કુરેશીભાઈ ગયા તે કહ્યું કે “તમે જશો નહીં; નહીં તે અપમાન થશે. છતાં જવું હોય તો ટોપી ઉતારીને જાઓ !”
તેમણે કહ્યું : “ટોપી ઉતારીને જાઉં તે ગાંધીજીનું અપમાન થશે!” એટલે ટોપી પહેરીને તેઓ ગયા. અટકી ગયા હતા તે તેમને વ્યક્તિગત રાહત રહેત. પણ પિલા લોકોની તાકાની વૃત્તિને ટેકે મળી જાત. આમ ઘણી તકેદારી રાખવાની છે.
ધાર્યું પરિણામ ન આવે એટલે કે અસરકારકતા ન આવે ત્યાં સુધી ચૂપ બેસવાને અર્થ નથી. આગ લાગે ત્યારે પાણી નાખવું
જોઈએ. ઓછું નાખતાં આગ કાબુમાં નહીં આવે, એમ માની બંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com