________________
કે પંદર કર્માદાનમાં “યંગ ન ચલાવવી” એ પણ છે. પણ તેને કઈ માન્ય નહીં રાખે – પરિણામે યંત્રના નામે ત્યાં શોષણ તે ચાલુ જ રહેશે. એટલે એ વાતની છાપ બીજા ઉપર નહીં પડે. એટલે વ્યક્તિગત અહિંસાનું એવું છે કે તેમાં ગતિ દેખાય છે–કોઈ પગે ચાલે, કઈ ઘડે ચાલે, કોઈ મોટરમાં બેસે–પણુ દરેકે ગતિ તે કરવી જોઈએને–એવી જ રીતે વ્યકિતગત અહિંસા માત્ર પાળવાથી સામુદાયિક અહિંસાની ગતિ અટકી જશે.
ગયા વખતે ચાર મુદ્દાઓ રજૂ ર્યા હતા –(૧) રાજ્યની દંડશક્તિ મર્યાદિત કેમ રહે? (૨) રાજ્ય અહિંસાની દિશામાં આગળ કેમ વધે? (૩) સમાજ અહિંસાની દિશામાં આગળ કેમ વધે; અને (૪) વ્યક્તિગત લોકો અહિંસામાં કેમ આગળ વધે. આ ચાર વાત સમજાઈ જાય તે સામુદાયિક અહિંસાના ક્ષેત્રને વિચાર આવી જાય.
એના અનુબંધ માટે લોકસંસ્થા, લેકસેવક સંસ્થા, સાધુ સંસ્થા અને રાજ્ય સંસ્થા – એમ ચારને લીધી. રાજ્યનું દબાણ પણ હોય એટલે કે કાયદે ઘડાય; અને ધર્મનું દબાણ હેય- એટલે કે ધર્મ પ્રમાણે આદેશ હેય; તે છતાંયે જે વચમાંનું લેકેનું-સમાજનું દબાણ નહીં હોય તો પણ પ્રશ્ન ઉકેલાશે નહીં. કેટલાંક તો રાજ્યનું માનતા નથી તેમ ધર્મનું પણ માનતા નથી. તેવા માટે મધ્યમ માર્ગ કાઢયે-સમાજનું નૈતિક દબાણ ઊભું કરવું. એક ઠેકાણે ખાડે થાય છે તે માટે પાપ થાય છે. બીજી તરફ વધારે ભરતીના કારણે પાપ થાય છે. ટાંગાવાળાને ખાટકીનો ધંધો કરવાની ઇચ્છા એટલા માટે થઈ કે તે શેઠનું વ્યાજ ભરી શકતો ન હતો અને તે દહાડે શેઠ ટાંચ લાવવાના હતા. શેઠ શા માટે તેને પસા ધીરવા તૈયાર થયા? તે કહે કે વધારે વ્યાજ મળતું હતું. આમ વધારે ધન માટે આડા ધંધા કરવા પડે અને તેમાં હિંસા શરૂ થઈ જાય છે.
કે પણ પ્રયિા શરૂ થાય છે તેનાં કારણે હોય છે. એવું હિંસાનું પણ છે. કોઈ માણસ ખૂન કરે છે? તેને ન્યાય મળતું નથી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com