________________
મને યાદ છે કે અગાઉ ગામડાંમાં પર્યુષણ આવે એટલે જૈનજૈન દરેકને આનંદ થાય, બધા ભેગા મળીને અનુભવે કે જેનાં પર્યુષણ આવે છે. બધા દિવસે અહિંસા ન પાળી શકાય પણ આ દિવસે તે પાળવી જ જોઈએ. ખાટકીઓ પિતાને ધંધો બંધ કરે; માછીમારો માછી ન પકડે અને બધા માંસાહારથી દૂર રહે. તે વખતે મોટા લોકો વિચાર કરે કે ખાટકી, માછીમાર જેવા ધંધો બંધ કરે ત્યારે તેને પેટા ધંધે આપવો અથવા તેની આજીવિકાની ચિંતા કરવી એ આપણું પવિત્ર ફરજ છે. તેઓ એમને અનાજ વગેરે પહોંચતું કરે. આ બધા વિચાર ગામનું મહાજન કરે તેમાં માત્ર વાણિયા નહીં, પણ અહિંસા અંગે વિચાર કરનાર આ જન સમુદાય આવી જાય.
આજે સ્થિતિ જુદી છે એક બાજુ અહિંસાને વિચાર થાય છે; ત્યારે બીજી બાજુ શેષણ રૂપે, વ્યાજ રૂપે અને અન્યાય-અનીતિ રૂપે થતી હિંસાનો વિચાર તજી દેવાય છે. એટલે તાળો મળતું નથી, માટે બહુ બહુ વિચાર કરીને આગળ વધવાનું છે.
બોરડીમાં એક ટાંગાવાળાને બની ગયેલ પ્રસંગ છે. પયુર્ષણના દિવસે હતા. તેણે શેઠ પાસે બસો રૂપિયા વ્યાજે લીધા કે જેથી ટાગે રીપેર કરાવીને ચલાવી શકાય. પણ ટાંગાની આવક કરતાં વ્યાજની જાવક વધી ગઈ, પરિણામ એ આવ્યું કે ટાંગાવાળાને વિચાર કરવો પડ કે ધંધો ચાલતો નથી. ટાંગામાંથી વ્યાજ અને ખાવાનું પણ મળતું નથી. તેણે શેઠ પાસે જઈને વિનંતિ કરી કે હું તમારા રૂપિયા આપવાને છું પણ હમણું મારા પર દયા રાખજે. પણ શેઠે કહ્યું લેવડદેવડમાં દયા શેની? દયા તે ધર્મસ્થાનકમાં થાય છે ! જે રૂપિયા આ મહિનામાં નહિ આયા તે તારું ઘર લીલામ કરાવી દઈશ.” ટાંગાવાળાએ શેઠને બહુ વિનવ્યા અને દવા કરવાનું કહ્યું પણ શેઠ એકના બે ન થયા. છેવટે તેણે એક ખાટકી સાથે ભાગ રાખવાનો વિચાર કર્યો. તે શેઠ પાસે ગયા અને કહ્યું. સો રૂપિયા આપે હું કસાઈના ધંધાની ભાગીદારીમાં કામ કરીશ, ટાંગે પણ ચલાવીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com