________________
વસ્તુથી કેમ ચલાવાય? ત્રીજો મધ્યમ માર્ગ એ છે કે ઓછી ચીજોથી ચલાવવું. આયંબિલ કરવાં, ઉદરી કરવી કે એવો ખોરાક લે જેમાં સ્થળ હિંસા ઓછામાં ઓછી હોય તે નિમિત્તે કંદમૂળ લીલોતરીને ત્યામ કરે. કેટલાક તે ઘણું ઓછી ચીજે (પદાર્થો) વડે ચલાવે. આ બધું જે કે વ્યકિતગત થાય છે તે છતાં સામુદાયિક અહિંસા સૌને ગમે છે. એટલે જ સહુ સમુદાયમાં ભેગા થાય છે. ત્યાં ફાળો એકત્ર કરે છે. અહિંસાને વિચાર કરે છે.
જોવા જઈએ તો આ પણ સામુદાયિક અહિંસાને પ્રયોગ છે; પણ તે એક નાના સરખા વર્તુળને બની જાય છે. તેની ઈતર સમાજ ઉપર જે છાપ પડવી જોઈએ તે પડતી નથી. તેની પાછળ યોગ્ય અનુબંધ અન્ય સંસ્થાને ન હોઈને તે સાંકડી પ્રવૃત્તિ રૂપે જ રહી જવા પામે છે.
ઘણીવાર એના કારણે લેકામાં ઊંધો પ્રચાર પણ થાય છે. એક બાજુ જૈને લીલોતરી તજે કે બીજા ધર્મના લેકે સમજે કે હવે શાક સસ્તું મળશે. તેઓ બમણું ખરીદતા-ખાતા થાય છે. ગામડાંમાં પર્યુષણના દિવસમાં નહાવા-ધવાનું જેને બંધ રાખે છે. ત્યારે ઈતર પ્રજા ઘરને કચરો સાફ કરવા માટે બહાર કાઢે છે. વાઘરી-કોળી વગેરે કેટલીક કોમો ઘેટાં-બકરાં લઈને જૈનેની પોળમાંથી નીકળે. જેને પૂછે ! “ ક્યાં જાવ છો?”
તે કહે કે “શું કરીએ ? ખાવાનું નથી એટલે કસાઈને ત્યાં વેચવા જઈએ છીએ!” જેને દયા ખાઈને પૈસા આપી તેને છોડાવે છે. પણ, તેઓ બીજી પળમાં જઈને એજ કામ કરે છે. આમ એ પણ વ્યવસ્થિત ધ બની જાય છે.
એટલે જે વ્યકિતગત અને સામુદાયિક અહિંસાની સમતુલા ન જળવાય તે આમ જ બને. પછેડી નાની હોય તો એક બાજુ ઓઢો તે બીજે ઉઘાડી થાય, એટલે કે માત્ર વ્યકિતગત કામ કરો તો સામાજિક છું થાય. આજની આવી પરિસ્થિતિનું કારણ એક જ છે કે આપણે એકલપેટા થતા જઈ રહ્યા છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com