________________
મંડળ સ્થાપ્યું. પરિસ્થિતિ એવી હતી કે અહીં રહેનાર અને પાકિસ્તાનમાં રહેનાર બધા સગાસંબંધીઓ હતા. અહીંના લોકોએ નકકી કર્યું કે અમે તમારાં ઢેર અહીં સંઘરશું નહીં તે છતાં એક માણસ કેટલાંક ઠેર ચોરી લાવ્યા. એટલે અહીંના લોકોએ પકડયો, તેનાં ઢોર બાંધી લીધાં. તેને સમજાવ્યું કે “અહીંના ઢોર ત્યાં ચોરી જાય છે ત્યાંના ઢોર અહીં આવે તે ઘણું ખરાબ કહેવાય. અમારે તને પિલિસમાં નથી આપ પણ આ કામ અટકાવવું છે.” પેલે માણસ સમજી ગયો.
લેકેનાં સંગઠને જેટલાં વધારે બળવાન થઈને રાજ્ય પાસેથી શિક્ષણ, સંરક્ષણ, આરોગ્ય વ. પ્રશ્નો ઉપાડી લે તો સરકારનું ઘણું કામ ઓછું થઈ જાય. એ વ્યવસ્થા સુચારૂ ચાલે અને લેકમાનસ જાગૃત હોય તે ઘરઆંગણેના પ્રશ્નો તેઓ જ પતાવે અને પોલિસને હિંસા કરવાને ઓછો વખત આવે.
પણ, થોડી ઘણું શ કે સૈન્ય તો રાખવું જ પડે; કારણ કે જ્યારે આખા વિશ્વમાં જાસુસી ચાલતી હેય ચીન, રશિયા, પાકિસ્તાન અમેરિકા વગેરે જાસુસી કરે ત્યારે ભારત કહે કે અમારે કંઈ કરવું નથી તે રાજ્યને કદિ ભારે હાનિ થવાનો સંભવ રહે છે.
(૩) શસ્ત્રો ઓછાં રખાવવા માટે એક પ્રયત્ન બીજે પણ થવે. ઘટે. તે એ કે વિશ્વના દરેક દેશને યુનોમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. જેમ ઘર આંગણે અહિંસાના પ્રચાર માટે કેગ્રેસને સશકત બનાવવી જરૂરી છે તેમ વિશ્વના પ્રશ્નો અંગે “યુનેને સક્રિય બનાવવું જોઈએ, એટલે જ ચીનને યુનમાં લાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે તેથી કંઈક નિયંત્રણ તે રહેશે જ! ત્યાં કંઈને કંઈ જવાબ તે આપ પડે ને? માણસ એકલો ગમે તેમ બોલે પણ, પાંચ માણસની રુબરુ બોલાવે તે તેને શેહશરમ આવશે. એટલે શસ્ત્ર-સંન્યાસ માટે વિશ્વવ્યાપી અલન ઊભું કરવું જોઈએ-તે માટે યુનેને તૈયાર કરવું જોઈએ.
એ રીતે સમાજને અહિંસાની દિશામાં આગળ વધારવે પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com