________________
એક વસ્તુ યાદ રાખવાની કે આવા પ્રયોગ કરનારનાં જીવનમાં વ્રતબદ્ધતા તે હોવી જ જોઈએ. પછી તેણે શુદ્ધિ માટે અખંડ મથવું જોઈએ. પછી તે શુદ્ધિપ્રયોગ સફળતાપૂર્વક કરી શકશે. સામુદાયિક અહિંસાની કેળવણી જેમ જેમ વધતી જશે અને સંસ્થાગત નિર્ણય લેવાતા જશે તેમ તેમ દરેક ક્ષેત્રમાં આવા પ્રયોગો વધારેને વધારે થતા જશે અને લેકનિષ્ઠા વધતી જશે.”
શ્રી. પૂજાભાઈ : “વાત સાચી છે. લેકનિષ્ઠા વધે પછી તેનું સુંદર પરિણામ આવે જ છે. ભાલનળકાંઠાના પ્રયોગોએ સુંદર પરિણામે આપ્યા છે. લોકે ઘેર આવીને વધુ ભાવ આપે પણ ખેડૂતો ન લે; સાતસો ગ્રામ્ય શાંતિ સૈનિકે ભયંકર ગાળ–અપમાન વચ્ચે પણ જરાયે મેં ન ફેરવે; તેમ જ પ્રલેભનો વખતે પણ નિર્લેપતા–આ બધા શુદ્ધિપ્રયોગોનાં અદ્ભુત પરિણામો છે.” - શ્રી. બળવંતભાઈ : “સામુદાયિક હિંસા કેવી રીતે ભડકે છે એ તો મેં જોયું છે. સાધુઓ આગળ આવીને તેને ઠારે એ જોવાની મારી તીવ્ર ઇચ્છા છે.”
પૂ. દંડી સ્વામી : “ભાલનળકાંઠા પ્રયોગોમાં સંતબાલજી અને પછી નેમિમુનિ આગળ આવ્યા તેમ જૈન સાધુઓએ સહુથી પ્રથમ આ પ્રયોગોમાં પણ આગળ આવવું જોઈએ.
પૂ. નેમિમુનિ : “જરૂર આગળ આવશે. પણ તે ક્રાંતિપ્રિય સાધુઓ સાથે સુસંસ્થાનું તેમ જ જનતાના સંગઠનનું બળ અને બધા ક્ષેત્રની સુસંસ્થાને અનુબંધ હવે જોઈએ; નહીંતર એકલ દોકલ હોમાઈ જાય અને કાંઈ પણ અર્થ ન સરે.”
શ્રી. માટલિયા : “પરદેશમાં પણ અનુબંધ જોડાવાની શક્યતા ઊભી થઈ છે. કેટલાક શાંતિવાદીઓએ અપીલ કરી છે. યુનેસ્કોની શક્તિ વધે અને વિશ્વવ્યાપી આંદોલન થાય તેવું લાગે છે. આંતરરાષ્ટ્રીય શાંતિસેના ઘણે પ્રભાવ પાડી શકે. ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ આ દિશામાં પહેલ કરે તો તેઓ પિતાની ઉપયોગિતા ઘણુ સક્રિય રીતે સિદ્ધ કરી શકશે અને સામુદાયિક અહિંસાના પ્રાગ વડે અહિંસક સમાજનું નિર્માણ કરી શકશે.
તા. ૧૮-૮-૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com