________________
૭૭
તેને ભાંગેલી વસ્તુ જેમ તજી દેવાય છે-સમાજ પણ તેને તરછોડી મૂકે છે. પાલણપુરને શુદ્ધિ પ્રાગ એ એનું પ્રતીક ગણું શકાય.
એવું જ ત્રીજું ક્ષેત્ર ઘર છે. સસરા, જેઠ, મવડી વગેરે પાસે બહેનેને રહેવું જ પડે છે. ગ્રામ સમાજમાં સસરા, જેઠ કે મોવડીને આધિન રહેવું પડે છે. કુટુંબની કોઈ બીજી બહેન આમાં હાથે બની જતી હોય છે. જે તે સસરા-જેઠ કે મોવડીની બેટી ઈચ્છાને વશ થાય તો તેમની વાસનાનો એણે ભેગા થવું પડે અને કુટુંબમાં દુરાચાર ફેલાય છે. જે વશ ન થાય તે સંઘર્ષ વધે અને પરિણામે કાંતે બાઈને આપઘાત કરવો પડે; કાં તેને મારી નંખાય. આમ ત્રણેય ક્ષેત્રમાં સ્ત્રીઓની નિર્ભયતા નથી. આ મુંઝાતી હિંસા છે. એમાં અનૈતિક્તા છે એમ સહુ સ્વીકાર કરશે.
એટલે આ ક્ષેત્રે ક્રાંતિ કરવા જતાં જરૂર સફળતા મળે. કારણ કે જેણે ભૂલ કરી છે તે ઉપરથી ગમે તેટલો બળવાન થવાને પ્રયત્ન કરે પણ અંદરથી તેનું મોરલ” (Moral) (આત્મતત્વ) તૂટી ગયું હોય છે. અહીં શુદ્ધિ પ્રયોગને સરળતા થાય છે.
એ જ રીતે આર્થિક ક્ષેત્રે પણ શેષણ સંગઠને રૂપી સંવરથી રોકવું સહજ થાય છે. ન છૂટકે ત્યાં પણ તપ અથવા નિર્જરાને માર્ગે જવું પડે છે તેથી મોટી હિંસા રોકી શકાય. દા. ત. નર્સ, ભંગી કે ખેડૂતોની ફરિયાદ ન સંભળાય અને તેઓ હડતાલ ઉપર ઉતરે તે મોટી હિંસા થાય. સમાજનો વહેવાર થંભી જાય; અને જે હિંસા તોફાનને માર્ગે જાય તોયે હિંસા થાય. એટલે ત્યાં વિવેકપૂર્વક બંધારણીય રીતે ઉપવાસનું સાધન યોગ્ય બને છે. પિતે પીડાય પણ બીજાને ન પડે.
રાજકીય ક્ષેત્રે પણ સત્તા માટે નહીં; પણ કાનૂન ભંગ ન થાય અને અન્યાયનું નિવારણ કરવા માટે પ્રયોગ થાય; પાછે સુસંસ્થા સાથે અનુબંધ તૂટે નહીં, ઉશ્કેરાટ વ્યાપે નહીં, આ રીતે કાળજીપૂર્વક ભાલનળકાંઠા પ્રયોગ દ્વારા જુદા જુદા શુદ્ધિ પ્રાગે થયા છે. જ્યાં સમાજ રીઢો બની ગયો હોય કે સત્તાવાળા પક્ષનું સીધી કે આડકતરી રીતે સમર્થન મળતું હોય ત્યાં અતિ તીવ્ર શુદ્ધિ પ્રયોગ કરવો પડે છે. દા. ત. સાણંદમાં આવા સ્થળે તીવ્ર આંચકો આપી સમાજને ઢંઢેળ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com