________________
૭૫
એક બાઈની તેના પતિની સામે જ એક અંગ્રેજે છેડતી કરી. સ્ટેશન હતું પણ કોઈ તેની આબરૂ બચાવવા તૈયાર ન થયું. ત્યારે પુરુષોત્તમ પંડ્યા નામના એક આર્યસમાજી ભાઈ તરત રિવોલ્વર કાઢીને અંગ્રેજને હાથ પકડી લે છે અને તેની સામે તાકે છે. તે તરત ચાલ્યો જાય છે.
આટલી ભૂમિકા કેળવાઈ ગયા બાદ પણ બેત્રણ બાબતો જરૂરી બને છે. એક તો એ કે જ્યારે હિંસા કે તોફાન ફાટી નીકળે ત્યારે પંચ-ન્યાયના વડાઓએ શાંતિ કરવા આગળ આવવું જોઈએ. પરમશાંતિ સાથે જ્યારે સાધુસંસ્થાની વિભૂતિઓ કે નેતાઓ આગળ આવશે ત્યારે હિંસા તોફાન શાંત થઈ જશે. હુલ્લડ વખતે એકવાર પંડિત જવાહરલાલ નેહરૂ બહાર પડ્યા હતા. એક બીજે પ્રસંગે જ્યારે એક બાઈને હાથ પકડીને એક ગુંડો તેને પરાણે લઈ જઈ રહ્યો હતો ત્યારે તરત એની પાસેની તલવાર ખેંચીને પંડિતજીએ કહ્યું કે “તને શરમ નથી આવતી !” ગુંડે તરત નાસી ગયો. બાઈ પોતાને ઘેર ચાલી ગઈ.
આના ઉપરથી એ વાત પણ તારવી શકાય છે કે ન્યાય માટે બલિદાન આપવા તૈયાર રહેવું જોઈએ. એથી સમાજમાં એક સંસ્કાર વ્યાત થશે કે એક બાઈની આબરૂ લૂંટાતી હોય તે લકોએ સામ કરે જોઈએ.
પણ વ્યક્તિની વ્યકિતગત રીતે મર્યાદા છે અને રાજ્યની રાજ્યની રીતે. ગાંધીજી દિલ્હીમાં હતા ત્યારે તેમણે કહ્યું કે રાજ્યની રક્ષણની ફરજ છે; એટલે તેના હાથમાં હથિયાર શેભે. પણ, પ્રજાના હાથમાં હથિયાર ન અપાય. જ્યારે ન્યાયની જાળવણી થતી હોય ત્યારે લોકોએ રાજ્યના સાચા પગલાંને કે આપ જોઈએ. એટલે તેમણે કાશમીરની રક્ષા માટે ભારતની સશસ્ત્ર સૈનિક તેયારીને ટેકો આપ્યો હતે; કારણ કે એ ન્યાય હતા. કોઈને એમ થશે કે ગાંધીજી શું કામ ન ગયા અને લશ્કરને મોકલવું પડયું ? જ્યાં સુધી દેશની એકતા ન થાય ત્યાં સુધી પાકિસ્તાનમાં જવાને કોઈ અર્થ ન હતો. સશસ્ત્ર અંધાધુંધીને સામને એક વ્યક્તિથી અમૂક મર્યાદામાં જ થઈ શકે, એ માટે ગાંધીજી નોઆખલી ગયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com