________________
७४
પાલણપુરની ગઢવી બાળાને પ્રશ્ન મેં ગયે વખતે રજુ કરેલ. એમાં છોકરી ઉમ્મરલાયક હતી. ધારે તે મા-બાપથી વિરુદ્ધ જઈને ડોકટર સાથે પરણી શકે. જો કે ડોક્ટર તે પરણેલું હતું એટલે તે એને રખાત તરીકે જ રાખત! અહીં એ વાત કરતાં મહત્વની વાત તે પરણિત ડેકટર ઉપર સમાજનાં વિશ્વાસની હતી. બાળાનો બાપ નરમ સ્વભાવનો હતા; પણ મામો અમૂક પ્રકારને હતું, જે ડોકટરને ઠાર કર્યા વગર ન રહેત. એટલે ડોકટરને એક મહીને બહાર કાઢ્યો. તેનું ખૂન બચી ગયું. ઘણાને એમ થતું હશે કે મહારાજ આવાં કામમાં શા માટે પડતા હશે. અને તે લાગ્યું કે સામાજિક ન્યાયની જાળવણી માટે તેમજ હિંસાના ગુણાકાર અટકાવવા માટે એક સંત તરીકે મારી પાસે પ્રશ્ન આવે તો તેને ઉકેલ મારે નીતિ-ધર્મની દષ્ટિએ આણવો જોઈએ. ડાકટર કદાચ ન સુધર્યા હોય પણ તેથી સમાજ સચેત થઈ ગયે.
સમાજમાં અહિંસાને પ્રચાર સામુદાયિક રૂપે કરવો હોય તે મનમાંથી કિન્ન કે પ્રતિહિંસાને તવોને દબાવી દેવા જોઈએ. અર્જુનના મનમાં બળાપ હતો એટલે તેણે “દુષ્ટબુદ્ધિ દુર્યોધન” એ શબ્દ વાપર્યો. ત્યારે શ્રીકૃષ્ણ કહ્યું : “ભાઈ તારે બળાપ કાઢી નાખ; પછી લડ ! ત્યારે તને પાપ નહીં લાગે! ” જે સામુદાયિક હિંસામાંથી, સામુદાયિક અહિંસા તરફ જવું હોય તો રાજ્યને હિંસા ન કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જવી જોઈએ.
આમ આપણે સામુદાયિક અહિંસાના પ્રયોગની ભૂમિકા માટે સર્વ પ્રથમ નિર્ભયતા ઉપર આવ્યા. પછી દાંડ શકિતઓને નહીં નમવું એ વાત ઉપર આવ્યા. તેમજ સામાજિક ન્યાય જાળવવા માટે થોડીક હિંસા કે દબાણ જે કંઈ ઓછું હિંસાજનક હેય તે કરવું એ સિદ્ધાંત ઉપર આવ્યા. સાથે જ આવી કઈ પણ પ્રક્રિયા વખતે પ્રતિહિંસાપ્રતિષ ન જાગે તેનું ધ્યાન રાખવું જોઈએ અને ન્યાયની જાળવણી માટે જે રાજ્ય ઊંચિત પગલાં લેતું હોય તો તેને સાથ આપવો જોઈએ. તેમજ તેને હિંસા ન કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જવી જોઈએ. બીજી બાજુ ન્યાય માટે કેટલીક વખત દઢતા બતાવવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com