________________
૭૧
મેં પ્રધાને અને કાર્યકરો સમક્ષ શાંત – સેનાની વાત કરી ત્યારે નારણદાસ કાકાએ કહ્યું: “હવે સ્વરાજ્ય છે! એટલે પોલિસે જ શાંતિ સેનાનું કાર્ય કરવું જોઈએ !”
મેં કહ્યું : “આપણે તૈયાર નહીં થઈએ ત્યાંસુધી પોલિસ કંઇ જ કરી શકશે નહીં! તેની મર્યાદા છે!”
આજે સહુથી વધારે તાકાત રાજ્ય પાસે છે. જે અહિંસાને માર્ગે રાજ્યને લઈ જવું હોય તો પોલિસ અને તેફાનીઓ વચ્ચે અહિંસાની વાડ ઊભી કરવી જોઈએ. આ કાર્ય સાધુઓ કેલેકસેવકોએ ઉપાડી લેવું જોઈએ. તોફાનના પ્રસંગે માં જે સાધુઓ કે સેવકો હાજર થાય તે ઘણે ફરક પડે છે. તેમની હાજરી માત્ર ઘણું કામ કરશે. તે બલિદાન આપવાની ભાવના તે કેટલું ભવ્ય કામ કરી શકશે? | મુંબઈના દ્વિભાષી રાજ્ય વખતે અમદાવાદનાં તોફાનને શાંત કરવા માટે ભાલનળકાંઠામાંથી ગ્રામ ટૂકડીઓ ગઈ. તે વખતે તોફાનો શાંત થયાં. પણ, ૧૯૫૮ માં પાછાં તોફાનો થયાં. કોઈ કહેશે કે તેથી પ્રક્રિયા તો અટકી નહીં. તેમ જ મહાગુજરાત પણ આવી ગયું. તે સામુદાયિક અહિંસાના પ્રયોગોની શું અસર થઈ? તેને જવાબ એ છે કે અસર તે થઈ અને મોટાં તેફાને થતાં અટકયાં.
છેલ્લી ટૂકડીમાં ૬૦૦ થી ૭૦૦ માણસે ગયાં. તેમાં ભરવાડ, હરિજન, કેળી વ. કેમોના લેકે હતા. તેમને સામને અમદાવાદમાં ૫૦૦૦ ના ટેળાં સાથે થાય છે. કોઈ પત્થર નાખે છે; કઈ ગાળો બાલે છે. કોઈ લૂગડાં ખેંચે છે. તે વખતે રાજ્યની ફરજ હતી કે આ લેકોનું રક્ષણ કરવું. પણ, ગામડાંવાળાઓએ સ્પષ્ટ કહ્યું કે “એ અમારા ભાઈઓ છે; તેઓ જે કંઈ કરે તેને અમે સહન કરી લઈશું. આપને ફરજ તરીકે હાજર રહેવું હોય તે રહે પણ વચ્ચે ના પડશે એ વિનંતિ છે.” આવા શાંતિ ચાહકે ઉપર ગાળોનો વરસાદ પડે છે. મકરીઓ થાય છે પણ તેઓ બધું સહે છે. ગામમાં જે કોઈ આવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com