________________
ધર્મ નથી. કેવળ મમતાના કારણે તેમણે માનસિક યુદ્ધ કર્યું. અને તેમને જે દેષ લાગે તેનું પરિણામ તે વખતે કાળ પામે તે સાતમી નરકનું હતું.
આમ દરેક પ્રવૃત્તિ પાછળનો આશય પહેલાં તારવો જોઈએ; જેથી ધર્મ, અધર્મને ખ્યાલ આવી જશે. બે છેડા છે તેમાંથી વચલ માર્ગ લેવો જોઈએ.
સામુદાયિક અહિંસાનું પણ એવું છે. તેમાં પણ વચલે માર્ગ કાઢવાને છે. રાજ્યની દંડશક્તિ ન વધે તેમ પ્રજામાં અહિંસક શક્તિ વધે એ બન્ને વાતને વચમાં લાવીને રાખવી છે. આ પ્રક્રિયા માટે જ શુદ્ધિપ્રયાગની વાત આવી; ત્યારે ઉપવાસ કરનારના અધિકારને વિચાર કરવો પડે છે કે હું જે માટે ઉપવાસ કરું છું; તેવો દેષ મેં તે કર્યો નથી ને? અહીં પણ વ્યક્તિગત અહિંસાની વાત કરતા નથી પણું સામાજિક અહિંસાની વાત કરીએ છીએ.
આ સામાજિક અહિંસાને વધારવા માટે શું કરવું જોઈએ? આપણે ત્રણ સંસ્થા વિષે જોઈ ગયા– રાજ્ય સંસ્થા, લેખસંસ્થા અને ધર્મસંસ્થા. અહીં રાજ્યને પ્રથમ લેવું પડશે. રાજ્ય પવિત્ર ત્યારે જ બની શકે જ્યારે તેની દંડ શક્તિ ઓછી હાય ! કરવેરા ઓછા થાય. પ્રજા શાંતિથી જીવે.
સુરાજ્ય માટેની કલ્પનામાં પાંચ તો કહેવામાં આવ્યા છે – दुष्टस्य दंडः, सुजनस्य पूजा, न्यायेन कोषस्य च संप्रवृद्धि । अपक्षपातो, निजराष्ट्रचिंता पंचापि धर्मानृपपुंगवानाम् ॥
–એટલે કે દુને દંડ, સજજનેની પૂજ, ન્યાયથીભંડાર સમૃદ્ધિ, અપક્ષપાત તેમજ પોતાના રાષ્ટ્રની હિતચિંતા એ પાંચ શાસકના ધર્મ છે. તેને કારણે તેનું રાજ્ય સુરાજ્ય થાય છે.
હવે એ રાજ્ય અહિંસક ક્યારે બને છે જ્યારે દુષ્ટને દંડ કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com