________________
બધું છોડીને એક ગાયને ચારવે છે? આવી સો ગાયો તે તું દાનમાં આપી શકે છે. ”
અહીં દિલીપરાજા તે છતાં ગાયને બચાવવા પિતાને હોમવા તૈયાર થાય છે, તેને વિચાર કરશું તે જણાશે કે તે અહિંસાની ખૂબી છે ! એક જ ગાયની સંભાળ માટે આટલું બધું ભેગ? રાજ્ય, અંતપુર તેમજ વ્યવસ્થાનું શું? કયારેક ધર્મ અને સિદ્ધાંતની વાત આવતી હોય ત્યારે બીજી બાબતને-સ્વાર્થની વાતને એક બાજુ મૂકવાં જોઈએ. સ્વાર્થનષ્ટ થતું લાગતું હોય તે પણ ધર્મ આગળ તેને ગૌણ માનવું જોઈએ.
રાજા દિલીપ સિંહને કહે છે – 'क्षतात् किलत्रायत इत्युध्य क्षत्रस्य शब्दो भुवनेषुरुढ़ :
– ઈ આફતમાં હોય તેને બચાવવો એ ક્ષત્રિયને ધર્મ છે, અને હું ક્ષત્રિય છું. એટલે ક્ષત્રિયોએ એ કાર્ય કરવું જોઈએ કે માટે માણસ નાનાને ન દબાવે–તેની હિંસા ન કરે તેનું ધ્યાન રાખે. તે માટે અવસર આવે તે પોતાના વિલાસ અને સ્વાર્થને પણ તિલાંજલિ આપે.
પણ, જે ક્ષત્રિય એ ધર્મ ન પાળે ? કાલિકાચાર્યના દાખલામાં એ વાત સ્પષ્ટ છે કે જે સાધ્વીનું શીલ રાજાને હાથે લૂંટાતા તે સમાજમાં શું છાપ પડત? કાલિકાચાર્યે ક્ષત્રિયોને કહ્યું કે આ સાધ્વીનું શીલ બચાવવું જોઈએ; પણ તેઓ ન માન્યા. શ્રાવકે, મહાજને અને બ્રાહ્મણોને કહ્યું પણ તેઓ તૈયાર ન થયા. એટલે તેમણે હથિયાર હાથમાં લઈને લડાઈ કરી. તેમના માટે સાધ્વીની શીલરક્ષા સાથે સંસ્કૃતિની રક્ષા કરવાનો માટે પ્રશ્ન હતો, તે છતાં, તેમને માર્ગ ધર્મને કહેવાય.
ત્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિને પ્રસંગ જુદે છે. તેઓ સાધુધર્મમાં હોવા છતાં માનસિક રીતે પિતાના પુત્ર માટે મનથી લડવા જાય છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com