________________
સામુદાયિક અહિંસા પ્રયાગની ભૂમિકા
શકિતને
વર્ષથી આ
કે એ આ
સામુદાયિક અહિંસાના પ્રયોગ અંગે આપણે વિચાર કરી રહ્યા છીએ, તેને પ્રયોગકાર કેવો હોવો જોઈએ; તેનાં સાધને, તેની પ્રક્રિયામાં દબાણ તેમજ સત્ય-પ્રેમ-ન્યાયની ત્રિવેણીમાં કયાં, કોને, કેટલું મહત્વ આપવું એ અંગે વિચારણું થઈ ચૂકી છે. આજે આ પ્રયોગોની ભૂમિકા શી એ ઉપર વિચારવાનું છે.
આ સામુદાયિક અહિંસાના પ્રયોગોની ભૂમિકામાં મુખ્યત્વે બે બાબતે રહેલી છે, (૧) સમાજને અહિંસા તરફ લઈ જ; (૨) રાજ્યની અથવા કેઈપણ પ્રકારની દંડક્તિનું પ્રમાણ ઘટે. ટુંકમાં, માનવ સમુદાય વધારે ઘર્ષણથી કઈ રીતે બચે અને શાંતિથી શી રીતે રહી શકે એ આ પ્રયોગોની ભૂમિકા છે.
એ માટે આપણે દિલીપ રાજાને દાખલે સમજવા જેવો છે. વશિષ્ઠ રૂષિની નંદિની ગાયને તે ચરાવે છે. ત્યાં સિંહ આવે છે અને ગાય ઉપર તરાપ મારે છે. એટલે રાજા સાવધ થઈને સિંહને મારવા જાય છે. ત્યારે સિંહ કહે છે: “તું મને શું મારવાનો હતો? હું તને પણ મારી શકું છું. પણ મારી બે વાત સાંભળ –
एकातपत्रं, जगत : प्रभुत्त्वं, नवंवय : कांन्तमिदंवपुश्च अल्पस्य हेतो बहु हातुमिच्छन् विचार मढ : प्रतिमासिमत्वम् ।
તારી પાસે સુંદર મઝાનું એકછત્રી રાજ્ય છે, નવી જુવાન ઉમ્મર છે, તારું આ સુંદર શરીર છે, એ બધાની ચિંતા નહિ કરતાં તું એક ગાયની પાછળ પિતાના વહાલા પ્રાણને ગુમાવવા તૈયાર થયો છે, એ પૈડા લાભ માટે મોટી હાનિવાળી વાત છે. એટલે તું મને અવિચારી લાગે છે. તું ઈચ્છે તેટલું દાન આપવાની શક્તિવાળે છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com