________________
જોતા રહેતા શીખવ્યું. સામુદાયિક સંવર ઉપરાંત તપનું પણ તેમણે કામ કર્યું. વિચારોની અને સંસ્કારોની નબળાઈ દૂર કરતાં શીખવી. અસહકાર, પીકેટીંગ, વગેરે છતાં વિનય અને નમ્રતા ન ચૂકાય તેવી જાગૃતિ આપી. બ્રિટિશ સાથે લડવા છતાં તેમનામાંના સદ્ગણે લેતાં શીખવ્યાં. જે ધનિકે સામે ઉપવાસ કર્યા તેમનું પણ દિલથી કામ કર્યું.
અનિષ્ટ સામે લડવું પણ પ્રેમ રાખવો” આમ સેવાને સાચે સંસ્કાર વ્યાપ્ત કર્યો.
સામુદાયિક ભૂલને એકરાર કરતા શીખવ્યું. કસ્તુરબા જેવાની નાની ભૂલને મોટી ગણું જાહેરાત કરી. એકરાર અને પસ્તાવાને સંસ્કાર દઢ કર્યો. કેગ્રેસ અધિવેશનમાં સાદાઈ એ એમને જ વારસો છે. ખાવાપીવામાં ખ્યાલ રાખવો, ભેગો ઓછા કરો, સાદા છતાં સ્વચ્છ રહે, એ તેમણે શીખવ્યું. સામુદાયિક ઉપવાસ એમણે શીખવ્યા. આશ્રમમાં ભૂલ થાય તેને પિતાની ભૂલ ગણી જગતની એકરૂપતાથી એ પાપ આપણું પંડનું ગણુને ધવાની પ્રેરણું પાઈ
ભાવનાથી પ્રજાની કોમવાદ, જ્ઞાતિવાદ, સંપ્રદાયવાદ વગેરે ગાંઠે દૂર કરતા શીખવી. તેમણે દેશને પં. જવાહરલાલ નેહરૂ, વિનોબા જેવી ઉચ્ચ પ્રકારની નેતાગીરી આપી. સાધુઓમાં પણ સળવળાટ પેદા થયો. જેના પ્રતાપે આજે આપણે સાધુ-સાધ્વી શિબિર યોજી રહ્યા છીએ. આમ પરિસ્થિતિ પરિવર્તનને જે પાયે ગાંધીજીના નિમિત્તે નખાયો છે તે આપણે સાચવવાને અને વિશેષ વ્યાપક બનાવવાનો છે.
આ યુગ વ્યક્તિગત પ્રયોગોને નથી. જો કે સમુદાયને દૃષ્ટિમાં રાખીને કરાયેલાં વ્યક્તિગત બલિદાને પણ નિષ્ફળ જતાં નથી. એ રીતે ગણેશ શંકર વિદ્યાર્થી, રજબઅલી–વસંત વ.નાં બલિદાનો તરત અસરકારક થયાં હતાં. એટલે તાલીમ આપવાની એટલી જ જરૂર છે. લશ્કર કે
પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com