________________
શુધ્ધ અહિંસાની પ્રતિજ્ઞા લેનારનું વ્રત તુટયું કે નહિ ? ઉપરથી તો દેખાશે કે પ્રતિજ્ઞા ભાંગી પણ અંદરથી આત્મા જળવાઈ રહ્યો. પાછળથી આચાર્યો પિતાને સાધુવેષ સ્વીકાર્યો, અને સંઘે તેમને ફરીથી આચાર્ય પદ આપ્યું. શસ્ત્ર ધરીને તેમને જે અત્યાચારી રાજાને પ્રતીકાર કરવો પો, તે માટે પોતે થેડુંક પ્રાયશ્ચિત્ત લીધું.
એટલે સાધુ-સંન્યાસી ઉપર તો મટી જવાબદારી છે. આજે અમેરિકા મૂડીવાદ અને ભોગવિલાસમાં પડ્યું છે; રશિયા શસ્ત્રો બનાવવામાં પડયું છે અને ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગે છે ત્યારે પંડિતજી નેહરૂને કેવું લાગતું હશે ? તેઓ કહે છે કે “દુનિયામાં ભડકે થાય તેમ છે ત્યારે હિંદીઓ એક થાય”! આવા સમયે સાધુ સંન્યાસીઓ ચૂપ બેસી રહેશે તો તેમનું સ્થાન ખેઈ બેસશે.
આજે દેશમાં ચોમેર અસંતેષ છે. પંજાબી અને હિંદી એમ ભાષાને નામે અથડામણ ચાલે છે, સત્તા અને ધન લાલુપ્ત બળો આગળ આવી રહ્યાં છે તે વખતે સામુદાયિક અહિંસાનાં પ્રયોગો કરવા જોઇએ. અમલદારોમાં લાંચ રૂશ્વત પડી છે અને ગામડામાં દાંડ તો પડ્યાં છે. તેમની સામે શુદ્ધિ પ્રયોગ શરૂ કરવો જોઈએ. વહેવારમાં નૈતિક સામાજિક દબાણને લાવવું પડશે, નહીંતર દાંડતત્ત્વ, સરમુખત્યારી કે લશ્કરશાહી જેર કરી જશે; પ્રજા બૂમો પાડતી રહી જશે અને સાધુઓ ઉપદેશ આપતા જ રહી જશે. એટલે ઉપદેશની સાથે આચાર, પ્રેરણાની સાથે રચના અને પ્રેમ તથા આદેશની સાથે ન્યાયને જોડવા પડશે. આપણું સદ્ભાગ્ય એ છે કે ઘડતર પામેલી કેંગ્રેસ જેવી સંસ્થા રાજ્યનું વહન કરે છે અને દુર્ભાગ્ય એ છે કે સંસ્કૃતિ પ્રધાન દેશ હોવા છતાં તેને હિંસાત્મક પગલાં લેવા પડે છે. આવા સમયે સામુદાયિક અહિંસાના પ્રયોગોનું મૂલ્ય અનેકગણું વધી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com