________________
અહિંસાના પ્રયોગો અંગે જેમ જેમ ઊંડા ઊતરતા જઈએ તેમ તેમ નવા નવા વિચારો આવે. કેટલાક પ્રસંગોમાં વ્યકિતને વિરોધ કરવો પડે તો તે કઈ રીતે કરવો? કે આપ હોય તે તે કઈ રીતે આપે. આ બધાને વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ.
જયપ્રકાશજીએ સૌથી પ્રથમ જીવનદાન આપ્યું અને વિનેબાજીએ જાણ્યું ત્યારે તેમની આંખમાં પાણી આવી ગયાં અને તેમણે પણ કહ્યું કે આજથી હું પણ જીવનદાની. આ વાત નવી ન હતી. વિનોબાજી અગ્રેસર હતા. પણ એક રાજકીય સંસ્થાને માણસ આટલી હદે સર્વોદય માટે જાય ત્યારે ભાવાવેશમાં આવી ગયા વગર ન રહી શકાય પણ શું સિદ્ધાંતમાં બન્ને સંસ્થાને મેળ ખાય છે તેને વિચાર ન થતાં અથડામણ જરૂર થશે. ચીનની ભારત સરહદ અંગે ગુજરાતના સર્વોદયીઓએ વિરોધ કર્યો તો સર્વ સેવા સંઘને તે સુધારવો પડ્યો. સંસ્થાનું ચેકસ સિદ્ધાંતે ઘડતર ન થાય અને અનુબંધ ન જળવાય; તે તે સંસ્થા પરસ્પર અથડાતા સિદ્ધાતે વચ્ચે નિષ્ક્રિય થઈ જશે. એટલે જ જ્યાં સર્વોદયમાં એકતરફ શાસન–મુકિતની વાત આવે છે ત્યાં બીજી બાજુ શાસનને આશ્રય લેવો પડે છે.
એટલે સામુદાયિક અહિંસાના પ્રયોગમાં લાંબી દષ્ટિ, સાચે અનુબંધ અને વિવેક આ બધી બાબતોનો સુમેળ કરવો પડશે. જૈનધર્મમાં આ બધાનું ખેડાણ થયેલું છે. લોક સેવક સંસ્થા સાથે સાધુસંસ્થા જોડાયેલી હતી. એટલે આખા સમૂહને અહિંસાના માર્ગે લઈ જઈ શકાય છે. સામુદાયિક અહિંસાના પ્રયોગમાં રાજ્યસંસ્થાનું
સ્થાન ત્રીજા નંબરનું જરૂરી છે. ન્યાય માટે રાજ્ય સંસ્થા, પ્રેમ માટે લેક સંસ્થા અને સત્ય માટે સાધક-સંસ્થા જરૂરી છે. મહાભારતના સમયમાં સાધક-સંસ્થા સરખી રીતે કામ કરતી હતી તે શ્રીકૃષ્ણને જે કંઈ કરવું પડ્યું તે ન કરવું પડત. સાધુસંસ્થાએ તે સર્વ પ્રથમ જાગૃત થવાની જરૂર છે. તેની ઉપયોગિતાની છણાવટ કરતાં મુનિશ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com