________________
તેઓ પાલણપુર ચેમાસા વખતે આવેલા. તે વખતે ગણોતધારા અંગે શુદ્ધિ પ્રયોગને વિચાર ચાલતો હતો અને તેમણે વિચારને અંતે તેને ટેકો આપે. ગુજરાતના તેફાને વખતે નિવેદન કરેલું કે “સરકારને ગોળીબાર કરવાની ત્યારે ફરજ પડી જ્યારે કઈ લેકસેવક કે સંત ત્યાં હાજર ન થયા !” રવિશંકર મહારાજને એમ લાગેલું કે આથી સરકારના ગોળીબારને ટકે મળી રહ્યો છે. જ્યારે મેં ગળીબારનું સમર્થન નહોતું કર્યું પણ પરિસ્થિતિને અંદાજ રજુ કરેલ.
વિનોબાજીએ એ તોફાને અંગે ગુજરાતમાં પ્રવેશ્યા ત્યારે કહ્યું કે લોકોને કેટલે બધે ગુસ્સો આવી ગયો હશે કે તેમણે તોફાને કર્યા હશે ! તેમને પણ ગોળીબાર અનુચિત લાગતું હતું. પણ જેમ જેમ ગુજરાતમાં આગળ વધ્યા ત્યારે તેમને સાચે ખ્યાલ આવ્યો અને અંતે તેમને કહેવું પડયું કે “લેકેના પત્થર મારા કરતાં પોલિસની ગોળી અહિંસાની વધારે નજીક છે !”
પોલિસને પ્રજાએ સરકાર મારફત લેકેાના જાનમાલના રક્ષણને પરવાને આપ્યો છે; લેકોને પત્થરને નથી આપે. એવી જ રીતે લશ્કરનું છે. સુરતમાં વિનોબાજીએ કહ્યું કે પાકિસ્તાની સરહદે છે લશ્કર છે તેને હટાવી લેવું જોઈએ અને પરિણામ જોવું જોઈએ.”
તે વખતે મારે કહેવું પડેલું કે એ વિધાન અવાસ્તવિક છે. જ્યાં સુધી પ્રજાના રક્ષણની બીજી વ્યવસ્થા ઊભી ન થાય અને પ્રજા ઇચછે નહીં ત્યાંસુધી આવું જોખમ ન ખેડાય.”
તે વખતે વિનોબાજીએ જાહેરમાં કહેલું કે “સંતબાલ જૈન સાધુ હોવા છતાં લશ્કરને ટેકે આપે છે ” એ જ વિનોબાજીને ગુજરાતમાં આગળ વધતા વિચારો બદલવા પડ્યા. એનું એક કારણ તે સ્પષ્ટ છે કે વિનોબાજીનું ઘડતર વ્યકિતગત થયું છે અને સંસ્થાના સવાલેને
જુદી રીતે વિચારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com