________________
૫૮
નહિ રહી શકાતું હોય તે પોતાના આત્માનું એકાંતમાં જઈને નિરીક્ષણ કરવું જોઈએ.
આ શાસ્ત્ર પ્રમાણ સ્પષ્ટ કહે છે કે ક્યાં અને ક્યારે તટસ્થ રહેવું અને ક્યાં પ્રેરણ કરવી તેમજ કયાં મૌન રહેવું અને ક્યાં ઉપદેશ કરવો
ટુંકમાં જગતના પ્રશ્નો સમજે તે સાધુ છે. મુનિનું લક્ષણ પણ એજ રીતે બતાવવામાં આવ્યું છે –
मन्यते जगत स्त्रिकाला वस्थामिति मुनि :
જે જગતની ત્રણે કાળની અવસ્થાઓ, બનાવો, ગતિવિધિઓનું મનન કરે છે; વિચારે છે તેજ મુનિ છે.
આ એક બાજુ છે ત્યારે તેની બીજી બાજુ પણ છે, વૈદિક ગ્રંથમાં કહ્યું છે કે બ્રહ્મચર્યાશ્રમ જરૂરી છે, પણ ગૃહસ્થાશ્રમ નહીં સેવે ત્યાં સુધી ગૃહસ્થાશ્રમને અનુભવ નહીં થાય. એટલે ત્યાં ચાર આશ્રમને ક્રમ આવ્યો.
ગીતામાં કહ્યું છે – काम्यानां कर्मणां न्यासं, संन्यासं कवयो विदु એજ રીતે જૈન સુત્ર દશવૈકાલિમાં પણ કહ્યું છે – जे यं कते पिये भोए लध्धे विपिष्ठि कुब्वइ । 'साहीणे चयइ भोए सेहु चाइत्ति वुच्चइ ॥
સાચે ત્યાગી એ છે કે સામે ભોગોની સામગ્રી પડી છે છતાં એ પ્રિય સુખ ભોગાને ત્યાગે એજ ત્યાગી સંન્યાસી છે. રામકૃષ્ણ પરમહંસ પાસે પત્ની હતી યૌવન હતું, પણ તેમણે વિચાર્યું કે એ ઉપભોગ કરવા કરતાં ઉપયોગ કરું એ વધારે સારું છે. તેમણે એને પણ સાધનામાં લગાડી, એવા ગૃહસ્થાશ્રમી પણ સાધુ થઈ શકે. શંકરાચાર્યે પૂર્વજન્મના સંસ્કારના કારણે બ્રહ્મચારી રહીને સાપુતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com