________________
૫૬
હવે સત્ય અને ન્યાયને પ્રસંગ આવે ત્યારે શું કરવું? એ અંગે રામ અને કૃષ્ણના પ્રસંગો મૂક્યા હતા. તેમને ઊંડાણથી ન સમજીએ તો અર્થને અનર્થ થઈ જશે. ન્યાયનો પ્રશ્ન આવે ત્યારે સામાજિક ન્યાય ને બચાવવા માટે પરિરિથતિ વશ સત્યને ગૌણ ગણવું પડે છે. કારણ કે ન્યાય એક રીતે પિતાનામાં અવ્યક્ત કે સામાજિક સત્યને પ્રકાર છે. એટલે મહાન સત્યને જાળવવા માટે નાનાં સત્યને મૂકવું પડે તે તે વધારે ઈચછનીય છે,
અગુપ્તતા સારી વાત છે પણ કેટલાંક પ્રસંગે એવા આવે છે તે વખતે કાં તો મૌન રાખવું પડે કાં તે વાત છુપાવવી પડે. તે વાતને હંમેશ માટે છુપાવવા ખાતર નહીં પણ થોડા સમય એક અનાધિકારી
કિતથી છુપાવવા માટે, છુપાવવી પડે. યુધિષ્ઠિર “નવા કુંજરો વા” બોલ્યા એ અસત્ય કહેવાય એ વાત ધર્મરાજા જાણતા હતા. પણ દ્રોણાચાર્ય પૂછે છે! “અશ્વત્થામા હતા?”
ત્યારે તેમણે કહ્યું: “નવા કુંજરે વા!”
કુંજર શબ્દ ધીરેથી બોલે છે. સ્પષ્ટ રણકો ઊઠતો નથી, પરિણમે રથ જમીનમાં બેસી જાય છે. એને અર્થ એ કે અસત્ય એ અસતજ છે. છતાં આ બનાવ બન્યો એ પણ હકીકત છે. તે પણ ખુદ ઉષ્ણ ભગવાનની પ્રેરણાથી શ્રીકૃષ્ણ શસ્ત્ર-સંન્યાસ કર્યો તે છતાં પૈડું કેવી તેને સુદર્શન ચક્ર રૂપે ઉપયોગ કર્યો તે પહેલી નજરે યોગ્ય નથી લાગતું. પણું, જે ઉણપ દેખાય છે તે પરિસ્થિતિનું–પરિવર્તન કરવા પાતર કરવું પડ્યું છે. તમે સત્યને વળગી રહે એમ જ કહેવાય પણ પરિસિતિને સામે રાખશો તો તમને દેષ નહીં દેવાય. પરિસ્થિતિનું પરિવર્તન જરૂરી છે. તે નહી થાય તે કદાચ વ્યકિત આગળ વધશે પણ સમાજ માગળ વધી શકશે નહીં.
આ ઉપરથી આપણે એવા નિષ્કર્ષ ઉપર આવીએ છીએ પ્રથમ ન્યાય, પછી સત્ય અને ત્રીજું પ્રેમ એ ક્રમ રહેવો જોઈએ. એમ ન્હીં થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com