________________
[૪] સામુદાયિક અહિંસા-પ્રગમાં ત્રિવેણી
સામુદાયિક અહિંસાના પ્રયોગોમાં દબાણ વિ. અંગે અગાઉ વિચાર કરવામાં આવ્યો છે. સામુદાયિક અહિંસાના પ્રયોગોને વિશ્વવ્યાપી બનાવવાનું ધ્યેય એ છે કે વિશ્વમાં સુખશાંતિની વ્યવસ્થા જળવાઈ રહે. આ સુખશાંતિ જાળવવા માટે ત્રણ બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો –સત્ય, પ્રેમ (અહિંસા), અને ન્યાય! ત્રણેય બાબતે સચવાય તે તો શ્રેષ્ઠ છે. પણ ઘણીવાર એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે કે ત્રણેમાં કોને બચાવવા અને કાને જતા કરવા?
આ અંગે આપણે વાલીના પ્રસંગમાં રામ સંબંધી જોયું કે તેમણે સત્ય અને ન્યાયને જાળવવા માટે અહિંસાં ને જતી કરી; શ્રીકૃષ્ણ મહાભારતમાં સત્ય ને જતું કર્યું અને તેનાથી આગળ વધીને ન્યાયની વાત આવી તે સત્ય અને પ્રેમ બનેને જતાં કર્યા. ત્યારે ગાંધીજીના પ્રસંગોમાં જોઈશું તે જણાશે કે તેમણે સ્થૂળ રીતે પ્રેમ અને અહિંસા જત કર્યા પણ સત્યને આગ્રહ રાખ્યો.
એટલે, દરેક પ્રશ્નને સામાન્ય સપાટીએ વિચાર કરીએ તે પ્રેમ રહે તે સારું છે. પણ ઘણીવાર સમુદાયના કામ આવે ત્યારે સત્યને બચાવું પડે છે. પ્રેમ અને સત્ય બને રહે તે અવ્યક્ત ન્યાય બન્યો રહે છે; પણ વિશેષ પ્રસંગ આવતાં જે કોઈને જતું કરવાનું આવે તો પ્રેમ અને સત્યમાંથી પ્રેમને જતું કરવું જોઈએ. બને રહે તે સારૂં, પણું ઘણું સામાજિક કાર્યો અને પ્રશ્નો આવે ત્યારે પ્રેમ જળવાય નહીં, પણ ઓને પકડવું જોઈએ. ગાંધીજીએ કહ્યું “સત્ય એજ પરમેશ્વર !” કબીરે કહ્યું: “સત્ય નામ સાહેબકા” ગાંધીજીએ સત્ય માટે જીવનને હેડમાં મૂક્યું. સ્થૂળ રીતે પ્રેમ અને અહિંસા જતાં દેખાયા. કેટલાકના ડવા ખ્યા; તે છતાં સત્યને આગ્રહ રાખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com