________________
૫૩
સંપકૅ ન હતા. એટલે ગામડાને નિકાલ ગામડામાં થતો. પણ આજે પુણ્ય–પાપ એ બધું સામુહિક રૂપે થઈ રહ્યું છે ત્યારે કાયાકલેશ-ઉપવાસ કે આમરણાંત અનશન પણ સામુદાયિક બનવી જોઈએ, ગાંધીજીનું તપ એ રીતે સફળ થયું છે. સૌરાષ્ટ્રનાં ચારણોએ પણ સામુહિક રીતે કાર્યો કર્યા છે. તેના દાખલાઓ છે. દા. ત. કોઈ રાજાની એક ચારણ બાઈ ઉપર વિકારી દષ્ટિ પડી અને એણે ખરાબ માગણું કરી, તે તે બાઈએ સ્તન કાઢી આપ્યાં કેટલીક બાઈઓએ જાન પણ આપી દીધાના દાખલા છે, તેથી આખી કેમની અમુક પ્રકારની ઇજ્જત બંધાઈ ગઈ.”
શ્રી દેવજીભાઇ : “જૈનેની પચ્ચીસ ક્રિયાઓમાં સામુદાયિક ક્રિયા આવે જ છે આજના યુગપ્રમાણે વ્યવસ્થિત શાસ્ત્ર રચાય તો જૈન સાધુ સાધ્વીનાં ખમીર ઝબકી ઊઠે,”
- શ્રી. બળવંતભાઇ: “સામુદાયિક અહિંસા અંગે દમણને દાખલે હું આપીશ, તેનાં પિતાનાં ભયસ્થાન પણ છે, દમણમાં ફિરંગીઓ આવતાં લેકે ગાળો દેવા લાગ્યા અને ભાગ્યા. ઈશ્વરભાઈ પકડાયા પછી બીજા કોઈ નેતા તરીકે આગળ આવ્યા નહીં. તેથી બે માણસો ગળથી વીંધાયા, એક ઠાર થયો અને બીજાના પગે ગોળી મારી. જો કે એક જણ મરવાની નિર્ભયતા સાથે આગળ આવ્યો તે પિલિસ તેને ગાળી ન મારી શકી; પકડીને લઈ ગઈ.”
શ્રી. માટલિયા : “આ દાખલાઓ ટાંક્યા, તેમાં અહિંસાની દષ્ટિએ લડત ન હતી. એમાં એકજ નેતાની શ્રદ્ધા પરથી લેકે ગયા ન હતા; વ્યવસ્થા પણ ન હતી અને શિસ્ત પણ ન હતી. બધા રાજકીય પક્ષોને શંભુમેળો ત્યાં દાખલ થયો હતો. એટલે આવી સ્થિતિમાં ટોળાંને કાયદો આવે તેમાં નવાઈ નથી. પણ, ગાંધીજીએ દેશને જે લડતની દોરવણી આપી તેની પાછળ વ્યવસ્થા હતી; ચોક્કસ
ધ્યેય હતું. તે છતાં બહુજન સમાજના દોષો દાખલ થાય તે સહજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com