________________
૫૧
૧૯૪રમાં ગાંધીજીને જેલમાં પૂર્યા બાદ તે વખતના મુંબઈના ગવર્નર સર રેઝર લૂન્સીએ તેમને છાપાની કાપલી બતાવીને કહ્યું કે જુઓ તમારા લેક્ટોએ આટલા રેલ્વેના પાટલા ઉખેડયા, આટલે પત્થર મારે કર્યો. પણ ગાંધીજીએ જવાબમાં કંઈ જ ન કહ્યું. આ મૌનને અસત્ય ગણશે? નહીં જ... સામાજિક સત્ય એ હતું કે લેકે દ્વારા થતી આવી નાની હિંસા કરતાં, બ્રિટિશ શાસકોની ગુલામીમાં રાખવાની ભાવ હિંસા ભયંકર હતી. ગાંધીજી એમ કહે કે લેકોએ ખોટું કર્યું છે તે લેકેને જુસ્સો તૂટી જાય! એટલે તેમણે મૌન રહેવું પસંદ કર્યું.
કાશ્મીર ઉપર પાકિસ્તાનને હુમલે થયે ત્યારે ભારતને લકર મોકલવું પડ્યું. તે વખતે ગાંધીજીએ સંમતિ આપી હતી. આમાં હિંસા થવાની હતી પણ આતતાયીઓની ભયંકર હિંસા કરતાં આ પ્રતિકારત્મક હિંસા તુચ્છ હતી. આવા અટપટા પ્રશ્નોમાં સામાજિક સત્ય જળવાઈ રહે તેવું વર્તન રાખવું જરૂરી છે. કયારેક મૌન રહેવું પડે, તે કયારેક કહેવું પણ પડે. દબાણમાં સૂક્ષ્મ હિંસાને વિચાર
આમ દબાણ દ્વારા થતી સૂક્ષ્મ હિંસામાં ચાર વાતને વિચાર કરવો જરૂરી બને છે –
(૧) દાંડ તત્વો દ્વારા થતી હિંસા કરતાં રાજ્ય દ્વારા થતી હિંસા ગૌણ છે.
(૨) રાજ્યહિંસા કરતાં સામાજિક હિંસા ક્ષમ્ય છે. (૩) અંગત સત્ય કરતાં સામાજિક સત્ય મહત્ત્વનું છે.
(૪) આસપાસ દેખાતા સત્ય કરતાં, અવ્યક્ત સમાજનાં સત્ય ને મુખ્યતા આપવી.
એ દષ્ટિએ થતું દબાણ સામુદાયિક અહિંસાના પ્રયોગમાં અસરકારક બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com