________________
૫૦
વિશ્વાસ હોય છે. તેવા સેવાના ક્ષેત્રમાં રહેલ વ્યક્તિ પાસે બહેન, દીકરીઓ વગર સંકોચે જાય છે. આવી વ્યકિત પોતાની જવાબદારી ભૂલી કુંવારી બાળાને ફસાવે, સમાજ કંઇ ન કરી શકે, કેટે ન્યાય ન આપી શકે ત્યારે સંતની જવાબદારી વધી જાય છે.
મારી સલાહથી મહિલા મંડળે આ પ્રશ્ન ઉપાડી લીધે. ડોકટરે ભૂલને રવીકાર કર્યો કારણ કે તેના પ્રેમપત્રો પકડાયા હતા. પંચ જે કંઈ પ્રાયશ્ચિત આપે તેને સ્વીકારવાની એણે તૈયારી બતાવી હતી. પણ ઘેર ગયા પછી કેટલાંક મલિન તો તેને ચઢાવ્યું અને તે ફરી ગયો.
આ સ્થિતિએ પંચની મર્યાદા પણ આવી ગઈ હતી; સરકાર કે કાયદે કંઈ કરી શકે તેમ ન હતું, એટલે મારે ઉપવાસ જાહેર કરવા પડયા. સથાજ ફરી જાગૃત થયો. તેણે પંચના ફેંસલાને માન્ય કરાવવાની જવાબદારી ઉપાડી. ડેકટરે પણ ફરીથી પ્રાયશ્ચિત લેવાની અને ફેંસલે સ્વીકારીને પાળવાની તૈયારી બતાવી. મેં પણ પરિણામની ઈચ્છા સિવાય ઉપવાસ છોડ્યા. ડોકટરને પ્રાયશ્ચિતરૂપે ત્રણ સજાએ નક્કી કરવામાં આવી અને તેણે જે જે ચિઠ્ઠી ઊપાડે તે સજાનું પ્રાયશ્ચિત લેવાનું સ્વીકાર્યું. પ્રયાગ સંકેલી લેવામાં આવ્યો. અહીં ડોકટરને સજા મળે તેના કરતાં સંસ્કૃતિ-રક્ષાને પ્રશ્ન મહત્ત્વને હતે. એટલે સંત તરીકેની મારી હાજરીની જવાબદારીએ જ મને ઉપવાસ કરવા પ્રેર્યો હતો. સત્ય, પ્રેમ અને ન્યાય
સામુદાયિક પ્રયોગમાં નૈતિક દબાણ વખતે સત્ય, પ્રેમ અને ન્યાય એ ત્રણે અંગે પણ વિચારવું પડશે કે કોને કેટલું મહત્વ આપવું? સામાજિક મૂલ્યોની રક્ષા માટે અંગત સત્ય કરતાં સામાજિક સત્યને વધારે મહત્વ આપવું પડે છે. ત્યાં દ્રવ્ય સત્ય કરતાં ભાવસત્યનું મહત્વ વધારે ગણવું જોઈએ. એનાથી કદાચ સામા પક્ષનું દિલ દુખાય પણ સામાજિક સત્ય જળવાય છે કે નહિ, તે જોવું રહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com