________________
you 21 para o lordon
ચર્ચા-વિચારણા શ્રી માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “સામુદાયિક અહિંસાના પ્રયોગોની તારવક બાજુ છણવાને મારા વિચાર છે. આજનો યુગ એવો છે કે સ્થળ, સૂક્ષ્મ અને વહેવારિક એ ત્રણેય રીતે સામુદાયિક કર્મો છણવાં રહેશે. જેમાં વ્યકિતગત સારાં માઠાં કર્મ હેય છે, તેમ સામુદાયિક રીતે પણ સારા માઠાં કર્મ હોય છે. આજે કુદરતી સંયોગે એવા ઊભા થયા છે કે સામુદાયિક મુક્તિ અને સિદ્ધિ પ્રાપ્ત કરવી પડશે. જૈન પરિભાષામાં જેને સંવર, નિર્જરા અને ભાવના કહેવાય છે, તે રીતે, આ યુગમાં ગાંધીજીએ પહેલ કરીને આપણે માગ સરળ કરી આપે છે.
- સૌથી પ્રથમ સમ્યગજ્ઞાન રૂપે ગાંધીજીએ સાચી વાત સમજાવી. પુણ્ય અને વ્રત તરફ સમગ્ર પ્રજાને દરી. રાજતંત્ર બદલવાનું ભગીરથ પુરૂષાર્થ પ્રેર્યો. તે જમાનામાં કેટલાક પ્રાતે (બંગાળ પંજાબ યૂ.પી.) ત્રાસ કે હિંસાથી સ્વરાજ્યની વાત કરતા હતા. કેટલાક પ્રાર્થનાથી સ્વરાજ્ય મળશે એમ માનતા હતા. એકમાં આત્મશ્રદ્ધાને અભાવ; અને બીજામાં પ્રજાબળ ઉપરને અવિશ્વાસ હતો. આ બધાનું પરિવર્તન કરી મધ્યમ અને સાચા માર્ગ તેમણે આપે. મિથ્યા શ્રદ્ધા તેડી અને અને સમગ્ર પ્રજાની શુદ્ધિ કરી. ત્યારબાદ ચર્ચા, લેખ, પરિષદ વ. દ્વારા વિવિધ રીતે દેશવ્યાપી આંદોલન કરી મૂકયું.
આશ્રમવાસીઓને કડક નિયમો આવ્યા. સામાન્ય પ્રજાને નાનાં નાનાં વ્રતો આયા :-(૧) અ. રાષ્ટ્રીય શિક્ષણ ન લેવાય, (૨) પરદેશી તેમાં પણ વિદેશી માલ ન લેવાય. (૩) દારૂ ન પીવાય, (૪) અદાલતમાં ન જવાય. આમ વ્રત આપી સંવર કર્યો. પ્રાર્થના દ્વારા લોકોને એક કર્યા. વ્યાપક પ્રજાસેના તૈયાર કરી રચનાત્મક કાર્યક્રમો આપ્યા. દરેક ક્ષેત્રે અહિંસા અને સત્યના ગજે માપવાનું શિક્ષણ પ્રજાને આપ્યું. લેકોની દષ્ટિ ઘડાવા લાગી.
વિદ્યાપીઠની સ્થાપના, ખાદી ગ્રામોદ્યોગની સ્થાપના આમ એક બાજુથી શુદ્ધના લીધે તેમણે શુભ આપ્યું. હિંદુ-મુસ્લિમોને અભેદભાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com