________________
છે તે તાલીમ વગર આવતું નથી. પરિણામે નાની વસ્તુમાં પણ સિદ્ધાંત સચવાય છે કે વિસરાય છે તેની કાળજી રહેતી નથી. એટલે જ લે કોમાં ક્યારેક હિંસા પ્રગટ થતી જોવામાં આવે છે. અહિંસાના પૂજારી અને સમર્થક લેકે પણ ધર્મના નામે હિંસા ને ઉત્તેજન આપતા જોવામાં આવે છે. સિદ્ધાંત અને વહેવારના સુમેળ માટે તાલીમ ઘણીજ જરૂરી છે. તાલીમ પામેલાને વહેવાર
જેમણે સામુદાયિક અહિંસાના પ્રયોગની તાલીમ મેળવી હશે તેને વહેવાર કેવો હોવો જોઈએ? તે અંગે એક સુંદર ઉદાહરણ જૈન સૂત્રમાં ધર્મરૂચિ અણગારનું મળે છે.
તેઓ કડવું શાક ભિક્ષામાં દહેરી લાવ્યા. હળાહળ ઝેર જેવું. ગુરુએ પરઠી આવવા (નિર્જીવ સ્થાનમાં નાખી આવવા) માટે જણાવ્યું. પણ તેમાંથી એક ટીપું નીચે પડયું. તેની સુગંધના કારણે કીડીઓ ટપોટપ આવી અને અણગારે જોયું કે તે બધી મરી ગઈ અહીં સિદ્ધાંતને પ્રશ્ન આવ્યો. કીડીઓ નાની હતી; પણ સિદ્ધાંત મોટો હતો. પિતાની ભૂલને ભેગ બીજાને કેમ બનાવી શકાય ? અંતે એ શાક એમણે પોતે ખાઈને બલિદાન આપ્યું–પ્રાણ છોડ્યા. ધર્મ એટલે શું?
એટલે અહિંસક પ્રયોગ કરવા માટે ધર્મને સાચા શબ્દોમાં સમજ પડશે. સુદર્શન શ્રમણોપાસકના પ્રસંગમાં; અર્જુનમાળીની પત્ની સાથે બળાત્કાર કરનાર છ લલિતગોષ્ઠી (ગુંડા) પુરૂષને રાજ્યને ટકે હતો. એ ઉપરથી આજના રાજકારણને પણ વિચાર થાય છે. આજે કેગ્રેસ સત્તા લેવા માટે ગમે તેવા લેકોને પિષે છે કારણકે ઉપર જવા માટે ભધું કરવું પડે છે. એમાં એકલી કેસને દેષ નથી. જે રાજ્ય સારું બનાવવું હોય તો સારા માણસને રસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com