________________
આ વાક્યનો સંદર્ભ આ રીતે વિચારવો પડશે કે સાધુ હોય ત્યાં ઉપદ્રવ ન હૈ જોઈએ એ તેમને પ્રભાવ પડવો જોઈએ. સાધુ હેવા છતાં ઉપદ્રવ થતાં રહે તે સાધુઓએ પિતાનાં તપત્યાગ બલિદાન વડે દૂર કરવાં જોઈએ.
ઉપરના શાસ્ત્રવાક્યને ભાવાર્થ પણ એ જ છે કે પિતાના નિમિત્તે જ્યાં અથવા જેથી સંલેશ પેદા થતું હોય, તો તેથી દૂર રહેવું જોઈએ.
ઉપર મદનરેખા સાધ્વીને પ્રસંગ છે. બે રાજાઓ લડે છે ત્યાં તે સમાધાન કરાવવા જાય છે. તે વખતે કોઈએ તેમને અટકાવ્યા નથી; ઊલટું તેમનાં વખાણ કરેલ છે. એટલે કે નાહકની લડાઈ અટકાવી તેમણે થતી હિંસાને રોકી છે તેને ગુરૂ-શાસ્ત્ર-શાસન ત્રણેનું સમર્થન મળ્યું છે. આજે તે વિચારક સાધુઓ જાતિમાં કે સંપ્રદાયમાં ચાલતા કલેશે નિવારવા પ્રયત્ન કરે જ છે. | શેઠ સુદર્શનના પ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે તેમને ભગવાન મહાવીર નિમિત રૂપે હતા પણ ત્યાંયે હિંસાને શાંત કરવા માટે તેઓ જ તીર્થકરની પ્રશંસાના અધિકારી બન્યા છે. જે વખતે અનમાળીને આતંક ચાલતો હતો, તે જ ટાણે ભ. મહાવીર રાજગૃહી નગરીમાં પધારે છે; એ પ્રસંગ સૂચવી જાય છે કે સાધુઓએ જ્યાં અશાંતિ ચાલતી હેય, તેફાન ચાલતું હોય, ત્યાંથી નાસવું નહિ, બલ્ક સામે ચાલી ચલાવીને પિતે કે પિતાના દઢધમાં અનુયાયી દ્વારા અહિંસક ઢબે શાન્તિ સ્થાપવાને પુરુષાર્થ કર.
તે ઉપરાંત પણ શાસ્ત્રમાં દધિવાહન રાજાની રાણીને પ્રસંગ આવે છે. તેમને ભાવ આવ્યો અને તેમણે દીક્ષા લીધી. દીક્ષા સમયે તેમને ગર્ભ છે એને ખ્યાલ ન હતો; પણ પાછળથી વિકાસ થતાં, તેઓ એને પ્રસવ કરે છે અને બાળકને કાંબલમાં વીંટાળી જંગલમાં મૂકી આવે છે. એક આદિવાસી તેને લઈ જાય છે. રાજાને તેની ખબર પડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com