________________
૩ર
ચર્ચા-વિચારણ
સંતો અને સામુદાયિક અહિંસાના પ્રયોગ
શ્રી. પૂજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં જણાવ્યું: “સ્વામી સહજાનંદજીએ આખી કાઠી જાતિનું પુનરુત્થાન કર્યું. શ્રી. રવિશંકર મહારાજે સાબરકાંઠા, મહીકાંઠાના પછાત વર્ગના લોકોને દેર્યા. બાબર જેવા ગુનેગારને પણ અંતે ફાંસી થઈ ત્યારે મહારાજને મળીને કહેવાનું મન થયું કે “તમે બતાવેલ રસ્તે ખરે હતો. પણ મારાં કૃત્યો બદલ આ સજા મને ઓછી લાગે છે !”
એટલે સંતપુરુષોની આ અસર સામુદાયિક અહિંસાના પ્રયોગની દિશા સૂચવે છે. સમાજનું ઘડતર થવું જોઈએ!
શ્રી. દેવજીભાઈ: “દશ વર્ષ પહેલાની વાત છે.
લીંબડી સંપ્રદાયના એક વાવૃદ્ધ, જ્ઞાની અને ચારિત્ર્યશીલ સંત કચછના એક મોટા ગામમાં ચાતુર્માસ નિમિત્તે આવ્યા હતા. ત્યાં ૬૦ ઘરે સ્થાનકવાસી જૈન સંપ્રદાયના હતા. પણ ગામમાં ઉપ–સંપ્રદાય હાઈને કુસંપ તેમજ ફાંટાઓ ઘણું હતા. તેમણે બધાને બોલાવીને કહ્યું. પણ, તેની ધારી અસર ન થઈ. તેઓ ઊંડા વિચારમાં પડ્યા. જે મારા વચનની અસર ન થાય તે હું ચાતુર્માસ રહીને પણ શું કરી શકીશ? કુસંપ ચાલુ હશે તે લકે વ્યાખ્યાનેને પણ ઊંધ અર્થ લેશે. તેમ જ મારાં પ્રવચનમાંથી દરેક મનફાવત અર્થ કાઢવાને બદલે અનર્થ વધારે ફેલાવશે.
તે કરવું શું? ચાતુર્માસ માંડી વાળું, એ પણ એક રસ્તે છે. પણ, તે નિષેધાત્મક અહિંસાને. એટલે કે એક બાજુને રસ્તો છે ત્યારે ભગવાન મહાવીરને રસ્તો સર્વાગી છે. તેમણે અહિંસાની વિધેયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com