________________
૪૦
તેમણે બ્રિટીશ રાજ્ય સામે આ દબાણ ત્રણ પ્રક્રિયા વડે આપ્યું : (૧) સત્યાગ્રહ, (૨) પિકેટીંગ અને (૩) અસહયોગ આંદલન.
આવું દેલન; રચનાત્મકકાર્યકરોની સર્વાગી દષ્ટિવાળી સંસ્થાના માર્ગદર્શન હેઠળ અને વિશ્વાનુબંધલક્ષી સાધુસાધ્વીની પ્રેરણાથી ચાલે તે તેની ધારી અસર થાય. કબ્રચ તેના ઉપર સીધી અસર ન થાય તોયે તેની સામાજિક પ્રતિષ્ઠા તે અવશ્ય તૂટી પડે. ભૂતકાળમાં ભારતે ગાંધીજી દ્વારા અને એક વિશ્વલક્ષી રાજકીય સંસ્થા કેગ્રેસ દ્વારા આ પ્રયાગ બ્રિટીશ રાજ્ય સામે કર્યો હતો, તેની ધારી અસર પણ પડી. આજે ફરી આ બને દબાણને જાગૃત કરવું વધારે જરૂરી છે, જેથી ભારતના આંતરિક દોષો તેમજ વિશ્વના દોષો ઘટી શકે.
જ્યાં આધ્યાત્મિક દબાણ એકલું ઉપયોગી ન થાય ત્યાં દરેક ક્ષેત્રે નૈતિક-સામાજિક દબાણને પ્રયોગ અનિવાર્ય બની રહે છે. - રાજકીય દબાણ
ઉપરના બે દબાણેનાં સંદર્ભમાં રાજકીય દબાણ પણ અનિવાર્ય છે; પણ એનો નંબર છેલ્લે રહેવો જોઈએ. કારણ કે રાજકીય દબાણમાં આર્થિક અને શારીરિક સજાઓ મુખ્ય રહે છે. આધ્યાત્મિક દબાણમાં માનસિક સજા મુખ્ય હેય હોય છે, જ્યારે નૈતિક-સામાજિક દબાણમાં સામાજિક સજા મુખ્ય હેય છે. એલી શારીરિક સજાઓ હમેશાં અનિષ્ટોને વધારવામાં મદદ કરે છે એટલે જ્યાં આધ્યાત્મિક નૈતિક-સામાજિક દબાણ પણ નિષ્ફળ નીવડતાં હોય ત્યાંજ રાજકીય દબાણ લાવવું જરૂરી થાય છે.
કેવળ રાજકીય દબાણને અર્થ એ થાય કે રાજ્યના કાયદા કાનૂન અને દંડવિધાનને માન આપવું. તેથી કાયદે–પોલિસ કે હિંસા શક્તિની પ્રતિષ્ઠા જામે છે. રાજ્યના હાથમાં હદબહારની શક્તિ આવી પડે છે. પરિણામે ધર્મ, સંસ્કૃતિ અને સમાજ-શકિત ત્રણેય કચડાઈ જાય છે. જે રાજ્યમાં ઓછા કાયદા અને સજા છે તે રાજ્ય સારું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com