________________
૪૫
મેટી હિંસા હતી. તેમણે સુગ્રીવને સામે થવા માટે મોકલે અને ઓથે રહીને વાલીને બાણ માર્યું. કારણ કે કારણ વગર તેઓ વાલીને મારી શકતા ન હતા. જે સમજાવટથી પતે તે પતાવવું હતું. ન પડે તે અન્યાયીને ઠાર કરવાનો હતો જેથી સંસ્કૃતિનાં મૂલ્યોનું રક્ષણ થઈ શકે. આ પ્રસંગમાં એક બીજી વાત પણ છે કે જે ગુસ્સે થઈને વાલી સુગ્રીવને મારી નાખે તે પછી રાવણ સામે યુદ્ધ કરવામાં તેમને કઈ રાહબર ન રહે. એટલે જ તેમણે સુગ્રીવને માળા પહેરાવીને મોકલ્યો હતા જેથી બે ભાઈની સ્પષ્ટ ઓળખાણ થઈ શકે.
અહીં એ પણ વિચારવાનું છે કે જે એક અનિષ્ટ સમાજને નુકશાન પહોંચાડતું હોય અને બીજું વ્યક્તિને, તે વ્યક્તિને થતું અનિષ્ટ નષ્ટ કરી સામાજિક અનિષ્ટને રોકવું જોઈએ. આ સમાજ એટલે શરીર નહીં, પણ સંસ્કૃતિ. તેના રક્ષણ માટે રામે વાલીને છુપાઈને માર્યો તે યુદ્ધના નિયમ વિરૂદ્ધ હોવા છતાં, મોટું અનિષ્ટ રોકનારું હતું
બીજો પ્રસંગ છે શ્રીકૃષ્ણ ભગવાનને તેમણે શસ્ત્ર સંન્યાસની પ્રતિજ્ઞા લીધેલી પણ જરૂર પડી ત્યારે રથનું પૈડું પકડીને ફેરવ્યું ખરૂં. તે સિવાય તેમણે ધર્મરાજા પાસે “અશ્વત્થામા હત: નરેવા કુંજરેવા” એવું અર્ધ સત્ય બોલાવ્યું. એનું કારણ હતું કે દુર્યોધનને પક્ષ અન્યાયને હતું તે છતાં તેની સાથે ભીષ્મ દ્રણ જેવા મહારથીઓ સત્યને ઉપર મૂકીને લડે તે દાંડાઈની જ જીત થાય. એટલે જ તેમણે લેતું તપે ત્યારે ઘા કરવાની નીતિ અપનાવી દ્રોણાચાર્યને શસ્ત્ર-ત્યાગ કરવાની ફરજ પાડી. અંતે દુર્યોધન હાર્યો અને પાંડ જીત્યા. જે તે વખતે અન્યાય અને દાંડાઈને વિજ્ય મળત તે સામાજિક મૂલ્યો ઘટી જાત. એટલે એ નબળાઈ ક્ષમ્ય ગણવામાં આવી.
ત્રીજો પ્રસંગ એક પઠાણની બકરીને છે. તે બકરી સારૂં દૂધ આપતી હતી. એક વખત એક વાણિયાના દીકરાને દૂધની ખૂબ જરૂર હતી. માંયે દૂધ ન મળ્યું. એણે આ પઠાણની બકરી જોઈ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com