________________
૪૩
રશિયાએ આ આદર્શ રાખ્યા પણ ત્યાં આધ્યાત્મિક દબાણવાળી સાધુ ને ધર્મસંસ્થાને અવગણી નાખવામાં આવી. સંસ્થાના દોષોને અવગણ્યા હેત કે સામાજિક તાકાત ઊભી કરીને અવગણ્યા હતા તે વાંધો ન હતો. પણ ત્યાં પ્રચંડ દંડશકિત દ્વારાએ બધું થયું એટલે રશિયા લશ્કરવાદમાં અટવાઈ ગયું. પરિણામે ત્યાં લેકમાં જે આત્મસંતોષ હેવો જોઈએ તે નથી; અને લેકે હંમેશ માટેના રાજ્યના દબાણની ગુલામીમાં જ જીવતા હોય છે. પણ, ભારતમાં ગાંધીયુગે નૈતિક-સામાજિક અને આધ્યાત્મિક દબણું આણું સંગતિ અને સામર્થ રૂપે સ્વરાજ્ય લઈને તેનું કેવું પરિણામ આવી શકે છે તે દેખાડ્યું છે.
આ ત્રણેય દબાણનું મહત્વ પણ જે કમમાં રજુ કરાયું છે તે જ કમે જળવાઈ રહેવું જોઈએ. આધ્યાત્મિકથી કામ ચાલતું હોય તે નૈતિક-સામાજિક દબાણ ન લાવવું જોઈએ અને એ બન્નેથી કામ નીકળતું હેય તે રાજનૈતિક દબાણ ન લાવવું જોઈએ. પહેલાં બે દબાણમાં શુભભાવના તપ-ત્યાગ, પ્રભુપ્રાર્થના શુભસંકલ્પ, શુભસૂત્રોચ્ચારણ દ્વારા વાતાવરણ તૈયાર કરવાનું હોઈ તેવાં અહિંસક દબાણે જે સામુદાયિક અહિસાના પ્રયોગમાં લાવવામાં આવે છે, તે દબાણ રૂપે નહીં લાગે. દબાણ હિંસા કે અહિંસા
કેટલાક લોકો દબાણને હિંસા કહીને સામુદાયિક અહિંસાના પ્રયાગમાં વાપરતા નથી. તેઓ વ્યકિતગત ઉપવાસમાં માને છે પણ સમૂહ વડે મોટું આ દેલન ઉપાડી, ઉહાપોહ મચાવી ગુનેગારની પ્રતિષ્ઠા તોડવી, તેના પ્રત્યે સમાજમાં ઘણા પેદા કરવી કે તેને સમાજ દ્વારા અસહકાર કે બહિષ્કાર કરાવવામાં એક નૈતિક સામાજિક દબાણ લાવવામાં સૂક્ષ્મ હિંસા માનતા હોય છે. એટલે તેઓ આવા આદેલનમાં પડતા નથી. આવાજ લેકે દાંડત, અનિષ્ટ, સામાજિક વ્યવસ્થા તોડનારાઓ સામે મૌન રહે છે; પણ પ્રજાના જાનમાલને નુકસાન પહોંચાડતા આ તત્વોની રક્ષા કરવા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com