________________
બીજા માટે આત્મદમન કરવું પડે, તો કયારેક પોતાના ઉપર દબાણ લાવીને બીજા ઉપર દબાણ લાવવું અનિવાર્ય બની રહે છે.
- પરદમન કે દબાણ એ જ વ્યક્તિ કરી શકે જે આત્મદમન કરતા હેય. તેના અભાવે સમાજ અને સંસ્થાઓ બગડી જાય છે કાં વેરવિખેર થઈ જાય છે. દબાણના પ્રકાર
પ્રાચીન કાળની પરંપરાને દૃષ્ટિમાં રાખીને ભારતના સમાજશાસ્ત્રીઓએ ત્રણ પ્રકારનાં દબાણો નક્કી કર્યા હતા –(૧) આધ્યાત્મિક દબાણ; (૨) નૈતિક-સામાજિક દબાણ; અને (૩) રાજકીય દબાણ. હવે આ બધાને વિગતવાર વિચારીએ.
આધ્યાત્મિક દબાણ : આધ્યાત્મિક દબાણ સહુથી ઊંચું અને શુદ્ધ અહિંસક દબાણ છે. આ દબાણના કારણે માનવસમાજમાં કદિ હિંસા ન થાય એ રીતની વ્યવસ્થા ગોઠવવાની હોય છે. જેમ માંદા ન પડવા માટે નિયમિત ખાન-પાન અને પથ્યનું પાલન કરવું જરૂરી છે તેવું આનું છે. તે છતાં રોગ થાય તે ઉપવાસ-લંઘણ વિ. કરીને નિસર્ગોપચાર વડે. તેને ઇલાજ કદાચ લાંબો અને દુઃખદ હશે પણ તે તાત્કાલિક જલદ દવાઓ ખાઈને નવા રોગો પેદા કરવા કરતાં સારું ગણાય. તેવી જ રીતે આધ્યાત્મિક દબાણ પહેલી નજરે મોટું અને દુ:ખ ભરેલું લાગે છે, પણ તેનું પરિણામ સ્થાયી ઉકેલમાં આવે છે. જે કે આ દબાણ લાવનાર વ્યક્તિ માટે તો એ સહજ હેઈને તેને આકરૂં લાગતું નથી; પણ સમાજનું દિલ હચમચાવી મૂકનારૂં તે હેય છે.
ભગવાન મહાવીરે પાંચ માસ પચ્ચીસ દિવસને અભિગ્રહ સમાજ ઉપર આધ્યાત્મિક દબાણ લાવવા માટે કર્યો ત્યારે તે વખતને સમાજ ખળભળી ઊઠયે હતે. પણ તેની સમગ્ર સમાજ ઉપર અસર થિઈ અને સાચા મૂલ્યની પ્રતિષ્ઠા થઈ અને દાસીપ્રથાનું અનિષ્ટ દૂર થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com