________________
૩૫
પણ, જે અન્યાયના નિવારણ માટે વિરોધીઓ સાથે લડવું પડે તે તેવી હિંસાને, અનિવાર્ય હિંસા ગણવામાં આવી શકે. મહાભારતનું યુદ્ધ એવા પ્રકારનું યુદ્ધ હતું. ક્યાંક અન્યાય, શેષણ કે સતામણું થતી હેય, શિકાર, માંસાહાર કે શોખ માટે પ્રાણવધ થતો હોય કે ગુંડાગીરી કરીને સમાજને ભય પમાડતો હોય. તેની વિરૂદ્ધમાં યુદ્ધ કરવું પડે છે તેવી નાની હિંસા અનિવાર્ય બની ક્ષમ્ય બને છે. એના બદલે જેણે સામાજિક અન્યાય સ હેય કે સર્જવા કે વધારવામાં સીધી કે આડકતરી રીતે ભાગ લીધે હોય, તેને માટે તે હિંસા ક્ષમ્ય નથી તેમજ એવા શેષકે, ગુંડાઓ, અન્યાયી અને અત્યાચારીઓને સાથ આપવો પણ અક્ષમ્ય હિસા ગણાશે.
ભગવાન મહાવીરના સમયે તેમના એક સમ્યક દ્રષ્ટિ અને શ્રાવક વ્રતધારી અનુયાયી ચેટક રાજા માટે એક આવું યુદ્ધ અનિવાર્યપણે આવી પડેલું. તેઓ ન્યાયની પડખે રહ્યા. તે વખતે લેહીની નદીઓ વહી, પણ એ બાબતનું રાજાના અંતઃકરણમાં ભારેભાર દુઃખ હતું. તેમનુ આત્મભાન લોપાયું નહતું. એટલે જ મર્યા બાદ તેઓ સ્વર્ગે ગયા હતા. ત્યારે સામે પક્ષે કેણિક વગેરેના અતિ-ગર્વના કારણે આ યુદ્ધ સર્જાયું. તેમની હિંસા ક્ષમ્ય ન હતી; શાસ્ત્રો કહે છે કે તેની કે તેના પક્ષકારોની ગતિ પણ તેવી જ થઈ.
ટુંકમાં માનવ વ્યક્તિ, માનવ-સંસ્થા, માનવ સમાજ અને પ્રાણી સમષ્ટિ વગેરેના સંબંધમાં આમ વિવેકપૂર્વક હિંસા-અહિંસાને તોલ કરવો પડશે. અહિંસાની દિશામાં જે પગલાં ભરાતાં હેય; અને તેમાં દબાણના કારણે થતી નજીવી અનિવાર્ય હિંસાને ક્ષમ્ય ઘણી શકાય. ખરેખર તે આ દરેક પ્રસંગોમાં અંતિમ પરિણામ અહિંસક હેવા જોઈએ અને દરેક વાતને વિચાર વિવેકપુરઃ સર હોવો જોઈએ.
અનિષ્ટોને દૂર કરવા માટે અમુક પ્રકારનું દબાણ તે લાવવું પડશે જ એ અંગે આપણે અગાઉ અહિંસાના પ્રયોગને સંક્ષિપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com