________________
(૩)
સામુદાયિક અહિંસા પ્રગમાં દબાણ સામુદાયિક અહિંસાના પ્રયોગને મુદ્દો બે રીતે વિચારવાને છે. એક તે વ્યક્તિગત રીતે દુઃખ સહન કરવું અને બીજો સમુદાય માટે દુઃખ સહન કરવું, દુનિયાનું ભલું થતું હોય અને સહન કરી લેવું તે એક વાત છે અને સમુદાય માટે, સંસ્કૃતિની રક્ષા કરવા માટે વેઠવું પડે તે બીજી વાત છે. આ અંગે થોડુંક અગાઉ વિચારાઈ ગયું છે.
એના ઉપરથી; સામુદાયિક અહિંસાના પ્રયોગમાં કોઈ દબાણને અવકાશ છે કે કેમ તે પ્રશ્ન ઊભો થાય છે! અને આવું દબાણ હિંસામાં ખપે કે અહિંસામાં દબાણ એટલે દમન. જે દબાણમાં સ્વેચ્છાએ પોતે પિતાની કે બીજાની ભૂલેને સાફ કરવા માટે પ્રાયશ્ચિત્ત લીધું હોય, તેનું દબાણ અહિંસક હોય છે. પણ જેમાં વ્યક્તિ પોતે પોતાની ભૂલને
એકરાર કરીને સાફ કરતા નથી, ત્યાં બીજી યોગ્ય વ્યકિત, સમાજ કે રાજ્ય દ્વારા દબાણ થતું હોય છે એમાં એક જાતની સૂક્ષ્મ હિંસાને અંશ હોઈ શકે છે. પણ જે હિંસાની પાછળ અહિંસાનું તત્વ હેય તે હિંસા ખરેખર તે અહિંસાની દિશામાં જ પગલું છે. ડોક્ટરની વાઢકાપનું દૃષ્ટાંત અગાઉ એ સંદર્ભમાં મૂકવામાં આવેલું.
શાસ્ત્રમાં હિંસાના બે પ્રકાર કહેવામાં આવ્યા છે (૧) અશકય પરિહારવાળી હિંસા, (૨) નિવાર્ય હિંસા. એક હિંસા એવી છે કે જેને નિવારી શકાતી નથી; જેમકે ખાવા-પીવા તેમજ શ્વાસ લેવા માટે સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે. આવી હિંસાથી શ્રાવક નહીં, સાધુ પણ બચી શક્તા નથી. એવી જ રીતે પ્રામાણિકપણે ગૃહસ્થજીવનમાં ધંધે કરવાથી પણ થોડીક અનિવાર્ય હિંસા થઈ જાય છે. આ હિંસા અનિવાર્ય છે. ત્યારે સ્વાદ કે વાસના માટે જાણી કરીને નાની મોટી હિંસા કરવી તે નિવારી શકાય છે અને તેને અનિવાર્ય ન ગણાવી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com