________________
જગતનું ભલું થાય છે. જાતે અમૂક બાબતમાં દમન નહીં કરીએ તે અન્ય વડે આવશે જ. એના કરતાં વેચ્છાએ દમન કરવું વધારે સારું છે. આત્મદમનમાં સ્વાધીનતા છે, બાહ્યદમનમાં પરાધીનતા છે.
પરદમન એટલે પારકા વડે દબાણપૂર્વક વૃતિને નિરોધ કર. જે સંસ્થા, રાજ્ય, સમાજ વગેરેની કોઈ પણ વ્યક્તિ પોતાની ઉપર સ્વેચ્છાએ આત્મદમન (દબાણ) ન સ્વીકારે તે તેને સંસ્થા, સમાજ, રાજ્ય વગેરેની સુવ્યવસ્થા જાળવવા માટે બહારનું દબાણ સ્વીકારવું પડશે. એ માટે જૈનસમાં બે શબ્દો છે (૧) પ્રાયશ્ચિત, (૨) દંડ. પ્રાયશ્ચિતમાં વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી શુદ્ધિ માટે જાતે દમન દબાણ લાવે) કરે છે. ત્યારે દંડમાં આચાર્ય કે સંઘને વડો અગર શાસનાધિકારી તેના ઉપર દબાણ લાવે છે. આચાર્ય તેને દીક્ષામાં નાને કરી; સંઘના વડા તેની સામાજિક પ્રતિષ્ઠા ઘટાવી અને શાસનઅધિકારી તેને દંડ કરી સજા કરે છે આવી સજામાં થોડીક હિંસા થાય છે. પણ, એક વ્યક્તિ અંગે થતી થોડી હિંસા વડે સમાજ,
જાય કે વ્યવસ્થાની સમતુલા જળવાતી હોય તો તે અહિંસાની દિશામાં પગલું ગણાશે.
દબાણ-દમન :
દબાણ અને દમન બે શબ્દો સમજવા જેવા છે. દબાણમાં “ભાવ” છુપાયેલું છે એટલે કે તે ભાવ પ્રગટ કરે છે ત્યારે દમન એ ભાવનું ક્રિયા રૂપાંતર છે. આમ એ બને શબ્દોને ભાવાર્થ એક જ થાય છે.
ઉપરની ચેલંગીમાં બતાવેલ પહેલા પ્રકારના પુરૂષો સાધુ-પુરૂષો હોય છે; તેઓ સ્વેચ્છાએ જાતે પોતાની અને સમાજની ભૂલનું પ્રાયશ્ચિત સ્વીકારી આત્મમન કરે છે. ત્રીજા પ્રકારના પુરૂષોમાં આચાર્ય, નેતા કે અધિકારી આવે છે જેમને પોતાનું તેમ જ પારકાનું મન કરવું પડે છે. આવા લેકે ઉપર અહિંસાના સામુદાયિક પ્રયોગોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com